વડોદરા : ભારે જહેમત બાદ મસમોટા 7.5 ફૂટના મગરનું રેસ્ક્યૂ કરાયું

News18 Gujarati
Updated: October 15, 2019, 10:39 AM IST
વડોદરા : ભારે જહેમત બાદ મસમોટા 7.5 ફૂટના મગરનું રેસ્ક્યૂ કરાયું
7.5 ફૂટનો મગર ઝડપાયો

ચોમાસાની વિદાય બાદ પણ વડોદરામાં રહેણાંક વિસ્તારોમાં મગર દેખાઈ રહ્યા છે.

  • Share this:
ફરીદખાન પઠાણ, વડોદરા : શહેરનાં (Vadodara) મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં (Vishvamitri River) મગરોનું (crocodile) રહેણાંક સ્થાન છે. ત્યારે ચોમાસામાં અને પૂરની સ્થિતિમાં મગરો રહેણાંક વિસ્તારોમાં આવી પોંહચતા હોય છે. ચોમાસાની (Monsoon) વિદાય બાદ પણ વડોદરામાં રહેણાંક વિસ્તારોમાં મગર દેખાઈ રહ્યા છે. તરસાલી વિસ્તારમાં મસમોટો 7.5 ફૂટ લાંબો મગર દેખાતા સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

વડોદરાનાં તરસાલી વિસ્તારમાં 7.5 ફુટ લાંબો મગર દેખાતા સ્થાનિકોએ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમને જાણ કરતાં રેસ્ક્યુ ટીમ તરત જ ત્યાં આવી ગઇ હતી. થોડા સમયની જહેમત બાદ સલામતી સાથે મગરને ઝડપી લીધો હતો. જે બાદ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. વિશ્વામિત્રી નદીનાં કાંઠા વિસ્તારમાં આવેલ રહેણાંક વિસ્તારોમાં ચોમાસાનાં વિદાય બાદ પણ મગર દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો : કચ્છ : પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગી, 10થી વધુ ફાયર ફાઇટર ઘટનાસ્થળે

સ્થાનિક અરવિંદભાઈએ આ અંગે જણાવ્યું હતું કે, ચોમાસાનાં પ્રારંભ અને પૂરની સ્થિતિ દરમિયાન પાંચમો મગર આ વિસ્તારમાંથી ઝડપાયો છે. એટલે હવે વિશ્વામિત્રી નદી કાંઠા વિસ્તારમાં આવેલ રહેણાંક વિસ્તારોના રહીશોને મગરથી ફફડાટ વ્યાપી રહ્યો છે.

First published: October 15, 2019, 10:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading