ધો.7માં ભણતી વિદ્યાર્થીનીનો આપઘાત, 'સોરી, પાપા હું સારા ગ્રેડ ન લાવી શકી'

કિશોરીએ લખેલી અંતિમ ચિઠ્ઠી પ્રમાણે પરિવારની અપેક્ષા મુજબ પરિણામ ન આવતા અંતિમ પુગલું ભર્યું છે.

News18 Gujarati
Updated: May 5, 2019, 8:56 AM IST
ધો.7માં ભણતી વિદ્યાર્થીનીનો આપઘાત, 'સોરી, પાપા હું સારા ગ્રેડ ન લાવી શકી'
કિશોરીએ લખેલી અંતિમ ચિઠ્ઠી
News18 Gujarati
Updated: May 5, 2019, 8:56 AM IST
ન્યૂઝ 18 ગુજરાતી: વડોદરાનાં માણેજા વિસ્તારમાં રહેતી 13 વર્ષની ધો.7ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. કિશોરીએ લખેલી અંતિમ ચિઠ્ઠી પ્રમાણે પરિવારની અપેક્ષા મુજબ પરિણામ ન આવતા અંતિમ પુગલું ભર્યું છે. પોલીસે આ ચિઠ્ઠી કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે માણેજા ગુજરાત હાઉસીંગ બોર્ડના સત્યનગરમાં રહેતી સ્નેહા મનોજકુમાર ચૌહાણ (ઉ.વ.13) સરકારી શાળામાં અભ્યાસ કરતી હતી. તેના પિતા ખાનગી કંપનીમાં સિકયુરિટી કર્મચારી તરીકેની ફરજ બજાવે છે. તેની માતા બંગલામાં સાફ સફાઇનું કામ કરે છે.

આ પણ વાંચો: વડોદરાઃ મેડિકલ વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો, કારણ અકબંધ

ગઇકાલે જ્યારે પિતા નોકરી ઉપર ગયા હતા અને માતા કામ ઉપર ગઇ હતી. ત્યારે સ્નેહાનું ધોરણ-7નું પરિણામ હતુ. તે જ્યારે પરિણામ લઇને ઘરે આવી પછી તે ઘરે એકલી હતી. આ પરિણામ તેને ઓછું લાગતા પંખા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. આ ઘટનાની પહેલી ખબર પડોશીને થઇ હતી જેથી તેને માતાપિતાને પણ ફોન કરીને આ વાતની જાણ કરી હતી.

આ પણ વાંચો: આધેડ મહિલાએ મિત્રતાનું દબાણ કરતા સગીરાએ કર્યો આપઘાત

સ્નેહાએ પિતાને સંબોધી લખેલી ચિઠ્ઠીમાં પહેલી લાઇનમાંજ પિતાની માફી માગી લીધી છે. તેને લખ્યુ છે, 'પપ્પા સોરી મારે એ ગ્રેડ જોઇતી હતી. પરંતુ બી ગ્રેડ આવી છે. આથી મારે જીવવાનો કોઇ અર્થ નથી.' આ ચિઠ્ઠી મકરપુરા પોલીસે તપાસ અર્થે કબ્જે કરી છે.
First published: May 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...