Home /News /madhya-gujarat /

Vadodara News: 7 વર્ષની બાળકીએ વડોદરાથી મુંબઈ સુધી એકલી મુસાફરી કરી, indigo airlines એ આપી ખાસ સુવિધા

Vadodara News: 7 વર્ષની બાળકીએ વડોદરાથી મુંબઈ સુધી એકલી મુસાફરી કરી, indigo airlines એ આપી ખાસ સુવિધા

કોઈ કારણસર અનન્યાને તેના મામાના ઘરેથી મુંબઈમાં તેના ઘરે એકલી મુસાફરી કરવી પડી હતી.

indigo airlines Service: આ પ્રક્રિયામાં ગ્રાઉન્ડ સ્ટાફ બાળકીને એરપોર્ટના ગેટ પર લઈ ગયો અને તેની સાથે ફ્લાઈટમાં લઈ ગયા. જ્યાં તેને એરહોસ્ટેસને સોંપવામાં આવી હતી. એ જ રીતે ફ્લાઈટ મુંબઈ પહોંચતાની સાથે જ એરહોસ્ટેસે યુવતીને ગ્રાઉન્ડ સ્ટાફને સોંપી દીધી હતી અને બાળકીની માતાને એરપોર્ટ પરથી જાણ કરવામાં આવી અને નિયત જગ્યાએ પહોંચવાનું કહેવામાં આવ્યું.

વધુ જુઓ ...
    આજે જે પ્રકારે દુનિયાનું વાતાવરણ બદલાઈ રહ્યું છે, લોકો તેમના બાળકોને ઘરની નજીકના બજારમાં એકલા મોકલતા ડરે છે. બાળક રમવા કે સાઈકલ ચલાવવા ઈચ્છે તો પણ માતા-પિતા કે કોઈ વડીલ તેની સાથે હોય છે. પરંતુ તેની સાથે બાળકોમાં આત્મવિશ્વાસ વધે અને તેઓ વહેલામાં વહેલી તકે આત્મનિર્ભર (Self-reliant) બની શકે તે જરૂરી છે. તેવી જ રીતે 7 વર્ષની બાળકીનો પહેલીવાર ફ્લાઈટ (Indigo flight)માં એકલી મુસાફરી કરવાનો વીડિયો (Video) આ દિવસોમાં ઈન્સ્ટાગ્રામ પર છવાયેલો છે. આ વીડિયો છોકરીની માતાએ પોસ્ટ કર્યો છે. જેને અત્યાર સુધીમાં 50 લાખ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે અનન્યા નામની આ છોકરી વડોદરા (Vadodara)થી મુંબઈ (Mumbai)ની ફ્લાઈટમાં એકલી મુસાફરી કરીને તેની માતા પાસે પહોંચી હતી.

    ખરેખરમાં કોઈ કારણસર અનન્યાને તેના મામાના ઘરેથી મુંબઈમાં તેના ઘરે એકલી મુસાફરી કરવી પડી હતી. પરંતુ અનન્યાની માતાએ વીડિયોના તળિયે ઈન્ડિગોનો આભાર માન્યો છે અને લખ્યું છે કે કેવી રીતે તેની સરળ પ્રક્રિયા અને વધુ સારી વ્યવસ્થાઓને કારણે તેની પુત્રી સરળતાથી તેની પાસે સુરક્ષિત રીતે પહોંચી ગઈ. અનન્યાની માતાએ પણ આ પ્રક્રિયા વિશે માહિતી આપી છે. જે મુજબ સગીર બાળક એકલું મુસાફરી કરી રહ્યું હોય તેના માટે ફોર્મ ભરવાનું રહેશે. આ સાથે 2200 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય બાળકને લેવા કોણ આવશે, તેનું ઓળખ પત્ર પણ જોડવાનું રહેશે.

    આ પણ વાંચો- ઘરનું ઘર ખરીદવું પડશે મોંઘુ, બીજી એપ્રિલથી બુકિંગ પ્રાઇઝમાં થશે 10 ટકાનો વધારો

    આ પ્રક્રિયામાં ગ્રાઉન્ડ સ્ટાફ બાળકીને એરપોર્ટના ગેટ પર લઈ ગયો અને તેની સાથે ફ્લાઈટમાં લઈ ગયા. જ્યાં તેને એરહોસ્ટેસને સોંપવામાં આવી હતી. એ જ રીતે ફ્લાઈટ મુંબઈ પહોંચતાની સાથે જ એરહોસ્ટેસે યુવતીને ગ્રાઉન્ડ સ્ટાફને સોંપી દીધી હતી અને બાળકીની માતાને એરપોર્ટ પરથી જાણ કરવામાં આવી અને નિયત જગ્યાએ પહોંચવાનું કહેવામાં આવ્યું. ત્યાં બાળકીની માતાએ તેનું ઓળખ પત્ર બતાવ્યું અને બાળકી તેમને મળી ગઇ.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarati news, Indigo airlines, Indigo Special Service, Mumbai News, Vadodara, Vadodara City News

    આગામી સમાચાર