Home /News /madhya-gujarat /

વડોદરા: 68માં સહકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી

વડોદરા: 68માં સહકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી

14

14 નવેમ્બર થી 20 નવેમ્બર સુધી સમગ્ર દેશમાં સહકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે

68માં સહકાર સપ્તાહની ઉજવણી આજરોજ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી. ખાતે યોજાયો હતો. નેશનલ કો. ઓપ. યુનિયન ઓફ ઈન્ડિયા દ્વારા સમગ્ર દેશ?

    વડોદરા: 68માં સહકાર સપ્તાહની ઉજવણી આજરોજ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી. ખાતે યોજાયો હતો. નેશનલ કો. ઓપ. યુનિયન ઓફ ઈન્ડિયા દ્વારા સમગ્ર દેશમાં 14 નવેમ્બર થી 20 નવેમ્બર સુધી સમગ્ર દેશમાં સહકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ છે કે, સહકારી ક્ષેત્ર લોકો સુધી પહોંચે. એ ઉદેશ સાથે આ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે બરાનપુરા સ્થિત શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી. ખાતે સહકાર ધ્વજ ફરકાવ્યો હતો. આ સમયે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી. ના અધ્યક્ષ ગૌરવ પવળે તથા વિવિધ સહકારી મંડળીના પદઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara City, વડોદરા

    આગામી સમાચાર