Home /News /madhya-gujarat /

વડોદરા: સુદ કેમી ઇન્ડિયા ખાતે 51 માં રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ

વડોદરા: સુદ કેમી ઇન્ડિયા ખાતે 51 માં રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ

સુરક્ષાને લઈને વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું...

દેશમાં 51 માં રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઊજવણી સમગ્ર દેશમાં ચાલી રહી છે ત્યારે નંદેસરી ખાતે આવેલી સુદ કેમી ઇન્ડીયા પ્રાઈવેટ લિમિટેડ ખાતે રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

    વડોદરા: દેશમાં 51 માં રાષ્ટ્રીય સુરક્ષા દિવસની (National Security Day) ઊજવણી સમગ્ર દેશમાં ચાલી રહી છે ત્યારે નંદેસરી (Nandesari) ખાતે આવેલી સુદ કેમી ઇન્ડીયા પ્રાઈવેટ લિમિટેડ (Sud Kemi India Private Limited) ખાતે રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે ઉજવણીમાં કંપનીના વરિષ્ઠ મેનેજમેન્ટના અધિકારીઓ જેવા કે શ્રીધરન, સિદ્દિકી અને રાજકુમાર હાજર હતા. આ સાથે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડીઆઈએસએચના જોઈન્ટ ડાયરેક્ટર એસ સી બામણિયા અને વહોરા ઉપસ્થિત રહ્યા હતા.

    આ કાર્યક્રમમાં ઉપસ્થિત બામણિયા સરે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક એકમોમાં સલામતી જાળવવા માટે સરકાર દ્વારા આપવામા આવેલી ગાઇડલાઇનનું પાલન અચૂક કરવું જોઈએ. આ સાથે દરેકે પોતાના કાર્ય જીવન સંતુલન પણ જાળવવું જોઈએ. આ રાષ્ટ્રીય સુરક્ષા દિવસે ચાલો આપણે વધુ સારી, સુરક્ષિત અને સ્વસ્થ આવતીકાલ માટે સલામત રીતે કામ કરવા અને સલામતીને પ્રાથમિકતા આપવા માટે જાગૃતિ અને પ્રતિબદ્ધતા લાવવાનો સંકલ્પ કરીએ. રાષ્ટ્રીય સુરક્ષા દિવસ નિમિત્તે આ પ્રકારે જાગૃતિ અને સુરક્ષા માટેના સંકલ્પો લઈને અનોખી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઘણા કર્મચારીઓ જોડાયા હતા.

    આ પણ વાંચો: પૂર્વ કોમેડિયન બનશે પંજાબના નવા મુખ્યમંત્રી, જાણો ભાગવંત માનની સફર કેવી રહી

    ઉપરાંત સુદ કેમીના કર્મચારીઓએ પોસ્ટર, સ્લોગન, નિબંધ અને કવિતા જેવી સલામતીને લગતી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. સ્પર્ધામાં સેફ્ટી પર્શન ઓફ યર સાથે પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પુરસ્કાર આપીને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના અંતે કર્મચારીઓએ સલામતી માટે પ્રતિજ્ઞા લીધી હતી. આ એક ખૂબ જ સારો પ્રયાસ હતો. આનાથી દરેક લોકો પોતાની સુરક્ષા કેવી રીતે કરવી એ જાણી અને શીખી શકે છે. જે આજના દિવસોમાં ખૂબ જ ઉપયોગી છે. કાર્યક્રમમાં રાખેલ સ્પર્ધાને કારણે પ્રતિક્રિયા ખૂબ સારી મળી હતી. આવનારા વર્ષોમાં પણ આ જ રીતે ઉજવણી કરવામાં આવતી રહેશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन