મધ્યમ વર્ગીય લોકો ડિઝાઇનર કપડા પહેરી શકે એ હેતુથી આ વ્યવસાય શરૂ કરવામાં આવ્યો...
વડોદરાની ઉદ્યોગસાહસિક બેલાબેને છ મહિના પહેલા નવા વ્યવસાયની શરૂઆત કરી. બેલા બેને પોતાની સાથે સાથે બીજી સાત મહિલાઓને રોજગારી આપી રહ્યા છે. તમામ મહિલાઓ એકત્રિત થઈને ચણીયા ચોળી બનાવવાનો વ્યવસાય આગળ ધપાવી રહ્યા છે.
Nidhi Dave, Vadodara: "કોઈપણ વ્યવસાય (Business) હોય એની માટે ઉંમરનો બાધ હોતો નથી, કોઈપણ ઉંમરમાં તમે તમારી આવડતને (Skills) બહાર કાઢી શકો છો", આ વાક્યને વડોદરા શહેરનાં (Vadodara City) ગોત્રી (Gotri) વિસ્તારમાં રહેતી એક ગૃહિણીએ (House Wife) સિદ્ધ કરી બતાવ્યું છે.
એક ગૃહિણી કે જેણે પોતાની જાતને પરિવાર માટે સમર્પિત કરી દીધી હતી. પરંતુ તેમની આવડત અને કલા લોકો સુધી પહોંચે એ માટે એમના પરિવાર દ્વારા સાથ આપવામાં આવ્યો. આપણે વાત કરી રહ્યા છીએ બેલા તેવારની (Bela Tewar). તેમને ડિઝાઇન તથા ડ્રોઈંગનો ખૂબ જ શોખ છે તથા રંગો વિશે ખૂબ જ જ્ઞાન છે. હાલમાં તેમની ઉંમર 51 વર્ષની છે.આગામી દિવસોમાં નવરાત્રીનો તહેવાર (Navratri Festival) આવી રહ્યો છે અને વડોદરા શહેર ઓળખાય છે ગરબા (Garba)માટે. જેથી બેલાબેનને વિચાર આવ્યો કે, કેમ ના હું મારી આવડતથી નવરાત્રીમાં લોકો માટે ચણીયા ચોળી ડિઝાઇન કરું?
બાળપણથી જ તેમને ડ્રોઈંગ કરવાનો ખૂબ શોખ હતો અને સાથે સાથે તેમની માતા પણ સિવણનું કામ કરતા. એ વિચારથી બેલાબેનને વિચાર આવ્યો કે, હું મારા ઘરના લોકો માટે તો લગ્ન પ્રસંગે કપડાં સીવું જ છું, તો હવે આ શોખને વ્યવસાયમાં પરિવર્તિત કરું.
ઉદ્યોગસાહસિક બેલાબેને છ મહિના પહેલા નવા વ્યવસાયની શરૂઆત કરી. સૌપ્રથમ તો તેમણે બજારમાં શું ચાલી રહ્યું છે એ જાણ્યું, યુથને કેવી ડિઝાઇન ગમે છે એનો સર્વે કર્યો, ત્યારબાદ એમણે અલગ અલગ શહેરોના બજારોમાં ફરીને લોકોને ગમે એવું મટીરીયલ લઈ આવ્યા. તદુપરાંત બેલા બેને પોતાની સાથે સાથે બીજી સાત મહિલાઓને રોજગારી (employment) આપી રહ્યા છે. આ તમામ મહિલાઓ એકત્રિત થઈને ચણીયા ચોળી (Chaniya Choli)બનાવવાનો વ્યવસાય આગળ ધપાવી રહ્યા છે.
ખાસ જો ચણીયા ચોળીના ડિઝાઇનની (Design)વાત કરવામાં આવે તો, મિક્સ એન્ડ મેચ (Mix and match)કરીને ચણીયા ચોળી તૈયાર કરવામાં આવે છે. જેથી કરીને દેખાવે ખૂબ જ સુંદર અને પહેરવામાં અનુકૂળ રહે એવા તૈયાર કરી આપવામાં આવે છે.ખાસ એ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે, આજે ચણિયાચોળી છે એ ફક્ત નવરાત્રીના નવ દિવસ પૂરતી જ નહીં, પરંતુ આખા વર્ષ દરમિયાન આવનારા પ્રસંગોમાં પણ પહેરી શકાય એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે. કોટન, રિયોન, મસલીન કોટનના કાપડ વાપરવામાં આવે છે.
અત્યાર સુધી 35 અલગ અલગ ડિઝાઇન એક પણ ડિઝાઇન રિપિટ ના થાય એવા ચણિયાચોળી બનાવ્યા છે. જેમાં પરિવાર તથા મિત્રોના સાથ સહકારથી 8 ચણિયાચોળી વેચાઈ ગયા છે. શહેરીજનોને જેવી ડિઝાઇન જેવો કલર જોઈતો હોય એ પ્રકારે ચણીયા ચોળી બનાવી આપવામાં આવે છે. મધ્યમ વર્ગીય લોકો ડિઝાઇનર કપડા પહેરી શકે એ હેતુથી ખાસ આ વ્યવસાય શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં ફક્ત મહિલાઓ માટે ચણિયાચોળી બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ જેમ જેમ લોકોનો સાથ સહકાર સારો મળતો રહેશે, એમ નાના બાળકો તથા પુરુષો માટે પણ બનાવવાની વિચારસરણી ચાલી રહી છે. આ તમામ ચણિયાચોળી સોશિયલ મીડિયા પર "Mayne _creations " માં જોઈ શકાય છે.