Home /News /madhya-gujarat /VADODARA: ડોક્ટર્સ હડતાળ પર, ઈમરજન્સી માટે નોંધી રાખો આ સરનામા, તાત્કાલિક મળશે સારવાર

VADODARA: ડોક્ટર્સ હડતાળ પર, ઈમરજન્સી માટે નોંધી રાખો આ સરનામા, તાત્કાલિક મળશે સારવાર

X
સરકારી

સરકારી હોસ્પિટલમાં રાબેતા મુજબની કામગીરી, દર્દીઓનું કોઇ ભારણ વધ્યુ નથી...

સુપ્રિમ કોર્ટે ICU હોસ્પિટલોના ગ્રાઉન્ડ ફ્લોર રાખવાના કરેલા હુકમના વિરોધમાં  I.M.A.ના નેજા હેઠળ વડોદરા શહેર જિલ્લામાં આવેલી ખાનગી હોસ્પિટલો અને ક્લિનીકોના તબીબોએ એક દિવસ હડતાળ પાડી વિરોધ વ્યક્ત કર્યો હતો.

  વડોદરા: સુપ્રિમ કોર્ટે ICU હોસ્પિટલોના ગ્રાઉન્ડ ફ્લોર (Ground Floor) રાખવાના કરેલા હુકમના વિરોધમાં I.M.A.ના નેજા હેઠળ વડોદરા શહેર (Vadodara city) જિલ્લામાં આવેલી ખાનગી હોસ્પિટલો (Private Hospital) અને ક્લિનીકોના તબીબોએ એક દિવસ હડતાળ પાડી વિરોધ વ્યક્ત કર્યો. શહેરની 500 હોસ્પિટલો અને 300 ખાનગી ક્લિનીકના તબીબોએ જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આઇ.સી.યુ. લઇ જવાથી દર્દીઓ અને તેમના પરિવારને ભારે મુશ્કેલી પડશે. આઇ.સી.યુ. ઓપરેશન થિયેટરની બાજુમાંજ હોવું જોઇએ. જો હોસ્પિટલ સંચાલકોને ન્યાય નહિં મળે તો આવનારા દિવસોમાં સરકારમાં નિર્ણય અંગે પુનઃ વિચારણાં કરવા માટે રજૂઆત કરીશું. નોંધનીય છે કે, ખાનગી હોસ્પિટલ અને ક્લિનીકોના ડોક્ટરોની હડતાળથી સરકારી હોસ્પિટલો (Government Hospital) દર્દીઓનું કોઇ ભારણ વધ્યું નથી.

  ખાનગી હોસ્પિટલોમાં ICU વોર્ડને ગ્રાઉન્ડ ફ્લોર પર કાર્યરત કરવો પડશે.:SC

  ઉલ્લેખનિય છે કે, જુન માસના અંતમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી એક PILની સુનાવણી બાદ નામદાર કોર્ટે મૌખિક હુકમ કર્યો હતો કે હોસ્પિટલમાં થતી ફાયર ઈમરજન્સીની ઘટનાને પગલે હવે તમામ ખાનગી હોસ્પિટલોમાં ICU વોર્ડને ગ્રાઉન્ડ ફ્લોર પર કાર્યરત કરવો પડશે. સાથે સાથે કાંચની એલીવેશન વિન્ડો દુર કરવી પડશે. ઉપરાંત ફાયર સેફટીના સાધનો પણ વધારવા પડશે. આ મૌખિક હુકમથી નારાજ ઇન્ડિયન મેડીકલ એશોસિએશન દ્વારા આજે એક દીવસીય હડતાલની જાહેરાત કરી હતી. પરિણામે આજે વડોદરા શહેર-જિલ્લાના 3000 હજાર ઉપરાંત તબીબો હડતાળ ઉપર ઉતરી જતાં, પ્રવર્તમાન ઋતુજન્ય રોગચાળાનો ભોગ બનેલા દર્દીઓ ઉપર સામાન્ય અસર પડી છે.

  ગ્રાઉન્ડ ફ્લોર પર ICU વોર્ડ ઉભો કરવો શક્ય જ નથી.IMAપ્રમુખ ડો. મિતેષ શાહે

  IMAના પ્રમુખ ડો. મિતેષ શાહે જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ ફ્લોર પર ICU વોર્ડ ઉભો કરવો શક્ય જ નથી. લોકોના સંપર્કથી દુર અને ઈમરજન્સીમાં સારવાર થઇ શકે તે રીતે ઓપરેશન થીયેટરની નજીક જ ICU વોર્ડ હોવો જોઈએ એવામાં સુપ્રીમ કોર્ટના હુકમનો અમલ કરાવતી સરકાર તબીબોની જરૂરીયાતો સંભાળવા પણ તૈયાર નથી. આ નિર્ણય તબીબો પર થોપતા પહેલા એક પણ વાર IMAના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવી નથી. જેના કારણે તબીબોમાં ભારે અસંતોષ છે. કોરોના કાળમાં એકકલ દોક્કલ બનેલી આગની ઘટનાની સજા તમામ તબીબોને ન મળવી જોઈએ. આજે વડોદરા શહેર-જિલ્લાના તબીબોએ આજે એક દિવસીય સજ્જડ હડતાલમાં હોસ્પિટલો બંધ રાખી શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો છે. અને સરકારમાં રજૂઆત કરીશું.

  આ હડતાળથી દાખલ દર્દીઓ ઉપર કોઇ અસર થશે નહી : ડોક્ટર

  હરણી-વારસીયા રીંગ રોડ ઉપર આવેલી ધવલ નર્સિંગ હોમના ડો. નિરંજન શાહે જણઆવ્યું હતું કે, ગ્રાઉન્ડ ફ્લોરમાં ICU હંમેશા ઓપરેશન થિયેટરની બાજુમાં હોવું જરૂરી છે. કોર્ટે આ નિર્ણય લેતા પહેલાં મેડિકલ એસોસિએશનની પણ રજૂઆત સાંભળવી જરૂરી હતી. આજે ડોક્ટરો દ્વારા ઓ.પી.ડી. બંધ રાખવામાં આવી છે. અને હોસ્પિટલમાં જે સારવાર હેઠળ છે. તેવાજ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જે દર્દીઓને આજના દિવસની એપોઇમેન્ટ આપવામાં આવી હતી. તે તમામ દર્દીઓને શુક્રવારે ન આવવા માટે જણાવી દીધું હતું. આ હડતાળથી દાખલ દર્દીઓ ઉપર કોઇ અસર થશે નહિં., જોકે, OPD તેમજ ઈમરજન્સી સેવાઓ માટે દર્દીઓને સરકારી હોસ્પિટલ તેમજ ટ્રસ્ટ હોસ્પિટલમાં સારવાર લેવી પડશે.

  ખાનગી હોસ્પિટલોના ડોક્ટરોની હડતાળના એલાનના પગલે દર્દીઓના ધસારાને ધ્યાનમાં લઇ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે : SSH,સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે

  સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલો તેમજ ક્લિનીકોના ડોક્ટરોની હડતાળને પગલે સયાજી હોસ્પિટલ ઉપર કોઇ અસર જણાતી નથી. સામાન્ય દિવસોની સરખામણીમાં OPDમાં દર્દીઓનો વધારો થયો છે કે નહિં તે કહેવું હાલ અઘરું છે. જોકે, સયાજી હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલોના ડોક્ટરોની હડતાળના એલાનના પગલે સંભવિત દર્દીઓના ધસારાને ધ્યાનમાં લઇ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

  દર્દીઓ અહીં જણાવેલ સરકારી હોસ્પિટલોમાં પોતાનો ઈલાજ કરાવી શકે છે:

  1. સયાજી હોસ્પિટલ,
  કાલાઘોડા પાસે, આરાધના થિયેટરની સામે, રાવપુરા, વડોદરા.
  સંપર્ક: 0265-2424848


  2. ગોત્રી મેડિકલ હોસ્પિટલ,
  ગોત્રી રોડ, વડોદરા.
  સંપર્ક: 0265-2397009


  3. જમનાબાઈ હોસ્પિટલ,
  માંડવી દરવાજા પાસે, પાણીગેટ રોડ, વડોદરા.
  સંપર્ક: 0265- 2517400
  First published:

  Tags: Doctor Strike, Emergency, Gujarat News

  विज्ञापन