વડોદરા : જીમખાનામાં ચાલતું હતું જુગારધામ, 3.50 લાખ રોકડ સાથે 50 લોકોની ધરપકડ

રૂબી જીમખાનામાં માત્ર વડોદરા નહીં પરંતુ અમદાવાદ, ખેડા, આણંદ સહિત અન્ય જિલ્લાનાં લોકો જુગાર રમવા આવતા હતાં.

News18 Gujarati
Updated: September 8, 2019, 3:38 PM IST
વડોદરા : જીમખાનામાં ચાલતું હતું જુગારધામ, 3.50 લાખ રોકડ સાથે 50 લોકોની ધરપકડ
50 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
News18 Gujarati
Updated: September 8, 2019, 3:38 PM IST
નવીન ઝા/ફરીદખાન પઠાણ, વડોદરા : શહેરનાં કારેલીબાગ ખાતે રૂબી જીમખાનામાંથી શનિવારે મોડી રાતે ક્રાઇમ બ્રાંચે 50 લોકોને જુગાર રમતા ઝડપી પાડ્યાં છે. ત્યાંથી 20 બાઇક, 5 કાર અને 3.50 લાખ રોકડ અને 50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરનાં સારા ગણાતા કારેલીબાગમાં રૂબી જીમખાના ચાલી રહ્યું છે. ક્રાઇમ બ્રાંચ પાસે ઘણાં સમયથી બાતમી મળી હતી કે આ જીમખાનામાં જુગારધામ ચાલે છે. જુગારધામ ચલાવતો અનવર સિંધી પોલીસ ગિરફતમાં આવતો ન હતો. પરંતુ શનિવારે મોડી રાતે ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડી 50 જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી 3 લાખથી વધુ રોકડ ઝડપી પાડી છે.

ઝડપાયેલ વસ્તુઓ


મુખ્ય આરોપી ફરાર

વડોદરા ક્રાઈમ બ્રાન્ચનાં ડીસીપી જે.ડી જાડેજાનું કેહવું છે કે આ જુગારીઓને રંગે હાથ ઝડપવા માટે અમારી 15 દિવસથી મહેનત ચાલતી હતી. જેમાં અમને સફળતા મળી છે. રૂબી જીમખાનામાં માત્ર વડોદરા નહીં પરંતુ અમદાવાદ, ખેડા, આણંદ સહિત અન્ય જિલ્લાનાં લોકો જુગાર રમવા આવતા હતાં. પોલીસનું કેહવું છે કે અનવર સિંધી આ જુગારધામ નો મુખ્ય આરોપી છે. તેની સાથે સલીમ ગોલાવાલા પણ સામેલ છે. પરંતુ દરોડાનાં 1 કલાક પહેલા જ સાલીમ ભાગી ગયો છે. હાલ પોલીસે ફરાર લોકોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

પૂછપરછ શરૂ થઇ
Loading...

વડોદરા ક્રાઇમ બ્રાંચ હાલ તમામ ઝડપાયેલા જુગારીઓ પર જુગારની કલમ હેઠળની કાર્યવાહી કરશે. હાલ ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે કે આ જીમખાનામાં કેટલા સમયથી જુગારધામ ચાલતું હતું. જોકે ચર્ચા એવી પણ ચાલી રહી હતી કે આટલી મોટી સંખ્યામાં લોકો જુગાર રમી રહ્યાં છે તેથી આ ઘણાં સમયથી ચાલતું હોવું જોઇએ. આ જીમખાનામાં જુગાર સાથે અન્ય કોઇ ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ચાલે છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. હાલ તો પોલીસ આ તમામ જુગારીઓની પૂછપરછ કરી રહી છે.
First published: September 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...