વડોદરાઃ ચોમાસામાં મગોરનું રહેણાંક તરફ પ્રસ્થાન, પાંચ મગરોનું રેસ્ક્યૂ કરાયું

News18 Gujarati
Updated: July 8, 2019, 5:31 PM IST
વડોદરાઃ ચોમાસામાં મગોરનું રહેણાંક તરફ પ્રસ્થાન, પાંચ મગરોનું રેસ્ક્યૂ કરાયું
વડોદરામાં પકડાયેલા મગરની તસવીર

વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી એ માંગરોનું રહેણાંક સ્થાન છે. 350થી વધુ મગરોની વસ્તી વિશ્વામિત્રી નદીમાં છે.

  • Share this:
ફરીદખાન, વડોદરા: વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી એ માંગરોનું રહેણાંક સ્થાન છે. 350થી વધુ મગરોની વસ્તી વિશ્વામિત્રી નદીમાં છે. હાલ ચોમાસામાં મગરો નદી બહાર નીકળી વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં આવી જાય છે.

છેલ્લા ચોવીસ કલાકમાં લાલબાગ, નિઝામપુરા, ઈ એમ ઇ સહીત પાંચ અલગ અલગ સ્થળોએથી વન વિભાગે પાંચ મગરોનું રેસ્કયૂ કર્યું છે. અને માંગરોને પાંજરામાં રાખવામાં આવ્યા છે.

હાલ ચોમાસાનો સમય અને પ્રજનનના ઈંડાના રક્ષણ માટે વિચલિત થઇ મગરો બહાર આવી જતા હોય છે. બીજું પેહલા વિશ્વામિત્રીની આસપાસ કાંઠા વિસ્તાર મોટો હતો. ત્યાં હવે રહેણાંક માનવ વસ્તી થઇ જતા રહેણાંક વિસ્તારોમાં મગરો દેખાઈ રહ્યા છે.

વડોદરાના વન વિભાગના અધિકારી નિધિ દવેએ જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદીમાંથી બહાર નીકળતા મગરો જો રહેણાંક વિસ્તારમાં આવી જાય તો તેને હાનિ ન પહોંચાડવી. તેની આસપાસ ટોળું ન બનાવવું અને વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
First published: July 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...