Home /News /madhya-gujarat /

Vadodara: વડોદરામાં 41મી રથયાત્રાની ભવ્ય ઉજવણી કરાઈ, 'જય જગન્નાથ'ના નાદથી શહેર ગુંજી ઉઠ્યું

Vadodara: વડોદરામાં 41મી રથયાત્રાની ભવ્ય ઉજવણી કરાઈ, 'જય જગન્નાથ'ના નાદથી શહેર ગુંજી ઉઠ્યું

રથયાત્રામાં

રથયાત્રામાં સામેલ થવા બ્રિટન, અમેરિકા અને મુંબઈથી ઈસ્કોનના સંતો આવ્યા...

શહેરમાં "જય જગન્નાથ" અને "હરે રામા, હરે ક્રિષ્ના"ના ગગનભેદી જયઘોષ સાથે આજે ભગવાન જગન્નાથની 41 મી રથયાત્રા નીકળી. વડોદરા શહેરના માર્ગો પર રથયાત્રાનું ઠેર - ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકો વિવિધ વેશભૂષામાં તૈયાર થઈને રથયાત્રામાં જોડાયા હતા. 

વધુ જુઓ ...
    વડોદરા: શહેરમાં "જય જગન્નાથ" અને "હરે રામા, હરે ક્રિષ્ના"ના ગગનભેદી જયઘોષ સાથે આજે ભગવાન જગન્નાથની 41 મી રથયાત્રા (Shri Jagannathji's Rathyatra) નીકળી. વડોદરા શહેરના માર્ગો પર રથયાત્રાનું ઠેર - ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકો વિવિધ વેશભૂષામાં તૈયાર થઈને રથયાત્રામાં જોડાયા હતા. રથયાત્રાના રૂટ પર આવનારા રસ્તાઓને તોરણોથી સજાવવામાં આવ્યાં હતા. ઠેર- ઠેર રથયાત્રાનું સ્વાગત કરવા માટે સ્થાનિક કોર્પોરેટરો, સંસ્થા અને સમાજના અગ્રણીઓએ સ્ટેજ પણ બનાવ્યા હતા.

    મેયર કેયુર રોકડિયાએ પહિંદવિધિ કરીને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

    આજે બપોરે 3 વાગ્યે મેયર કેયુર રોકડિયાએ પહિંદવિધિ કરીને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે ભક્તોએ \"જય જગન્નાથ\", \"હરે રામ, હરે કૃષ્ણ\"ના નાદ સાથે ભગવાનને વધાવી લીધા તથા દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. રથયાત્રા પૂર્વે ઇસ્કોન મંદિરમાં શ્રૃંગાર દર્શન, આરતી, બપોરે રાજભોગ અને આરતી પછી ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામની કાષ્ઠની મૂર્તિઓ વિધિવત રીતે રથયાત્રા માટે રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી. આ મૂર્તિઓને રથમાં આરૂઢ કરાવી શ્રૃંગાર અને આરતી બાદ બપોરે 3 કલાકે ભગવાનની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. રથયાત્રામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. જગન્નાથજીનો રથ શહેરના રાજમાર્ગ પર ફરી સાંજે મંદિર ખાતે પરત ફર્યો.

    આ પણ વાંચો - Vadodara: પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ શાળા અને દેવયાનીરાજે ગાયકવાડ શાળાના વિદ્યાર્થીઓ સાથે રથયાત્રા ઉજવી

    ૩ લાખ ભક્તોને 30 ટન શીરાનો પ્રસાદ વહેંચાયો.

    ૩ લાખ ભક્તોને 30 ટન શીરાનો પ્રસાદ વહેંચાયો. ઈસ્કોન મંદિરના વિશાળ રસોડામાં રસોઈયા સહિત 50 લોકોની ટીમે 25 તપેલામાં 30 હજાર કિલો શિરાનો પ્રસાદ બનાવ્યો હતો. ટાવર ચાર રસ્તાથી કોઠી ચાર રસ્તા, નવરંગ સર્કલથી ટાવર ચાર રસ્તા, જ્યુબિલીબાગ સર્કલથી ટાવર ચાર રસ્તા સહિતના રથયાત્રા રૂટ પરના અન્ય 13 રસ્તા પણ બપોરથી યાત્રા પૂરી થતાં સુધી બંધ રહ્યા હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Rathyatra, Rathyatra 2022, રથયાત્રા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन