Home /News /madhya-gujarat /

વડોદરાના 41 જનઔષધિ કેન્દ્રો દ્વારા 11 માસમાં રૂ. 3.62 કરોડની જેનરિક દવાનું વેચાણ, TOP 10માં સામેલ

વડોદરાના 41 જનઔષધિ કેન્દ્રો દ્વારા 11 માસમાં રૂ. 3.62 કરોડની જેનરિક દવાનું વેચાણ, TOP 10માં સામેલ

સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ જેનરિક દવા વેચનારા ટોપ ટેનમાં વડોદરાના ચાર કેન્દ્રો...

નાગરિકોને વાજબી ભાવે સારી દવાઓ ઉપલબ્ધ કરાવવા સાથે જેનરિક દવાઓના વેચાણને પ્રોત્સાહન આપવા, સ્ત્રીધર્મ વિષય આરોગ્ય સેવાઓને સરળતાથી ઉપલબ્ધ કરાવવા ઉપરાંત રોજગાર સર્જનના હેતુંથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આ યોજના અમલમાં મૂકી હતી.

    વડોદરા: નાગરિકોને (Citizens) વાજબી ભાવે (Reasonable Price) દવા આપવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલા પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો (Herbal medicine Centre) સૌથી વધુ લોકભોગ્ય બની રહ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં કાર્યરત કરવામાં આવેલા 41 જનઔષધિ કેન્દ્રો પરથી છેલ્લા 9 જ માસમાં રૂ. 3 કરોડની દવાઓનું વેચાણ થવા પામ્યું છે. સૌથી સસ્તા ભાવે દવાઓ આપતા આ કેન્દ્રોમાં વડોદરાના ચાર રાજ્યમાં સૌથી દવાઓ વેચવામાં ટોપ ટેનમાં આવે છે.

    નાગરિકોને વાજબી ભાવે સારી દવાઓ ઉપલબ્ધ કરાવવા સાથે જેનરિક દવાઓના વેચાણને પ્રોત્સાહન આપવા, સ્ત્રીધર્મ વિષય આરોગ્ય સેવાઓને સરળતાથી ઉપલબ્ધ કરાવવા ઉપરાંત રોજગાર સર્જનના હેતુંથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આ યોજના અમલમાં મૂકી હતી. વર્ષ 2014 માં સમગ્ર દેશમાં માત્ર 80 જન ઔષધિ કેન્દ્રો હતા, તેની સામે આજે આ સંખ્યા 8675 થઇ ગઇ છે. કેન્દ્રીય આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ મંત્રી મનસુખભાઇ માંડવિયાએ આ સ્ટોર ખોલવા ઉપાડેલા અભિયાનનું આ પરિણામ છે.

    સમગ્ર ગુજરાતમાં વર્તમાન સમયે કૂલ 522 પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો કાર્યરત છે. જે પૈકી વડોદરામાં કૂલ 41 આવા મેડિકલ સ્ટોર્સ છે. આ યોજનાનું નવું નામ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના છે અને તે અંતર્ગત નાગરિકોને 1451 પ્રકારની દવાઓ તથા 240 કન્ઝ્યુબલ અને સર્જીકલ આઇટમ બજાર કરતા સાવ સસ્તા દરે પૂરી પાડવામાં આવે છે.



    આ યોજના હેઠળ સમગ્ર ગુજરાતમાં થયેલા જેનરિક દવાના વેચાણ થયેલા આંકડા જોઇએ તો વર્ષ 2018-19 માં રૂ. 15.29, વર્ષ 2019-20માં રૂ. 14.20 કરોડ, વર્ષ 2020-21માં રૂ. 21.21 કરોડ અને ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં રૂ. 23.29 કરોડની દવાઓનું વેચાણ થયું છે. છેલ્લા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં રૂ. 62 લાખની જેનરિક દવાના વેચાણ સાથે 11 માસમાં રૂ. 3.62 કરોડની દવા વેચાઇ છે.

    આ પણ વાંચો: અમદાવાદમાં સુરતવાળી થતાં રહી ગઇ, ગ્રીષ્માની જેમ યુવતીને છરીથી મારવાની ધમકી આપનાર ઝડપાયો

    તેની સામે વડોદરાના 41 કેન્દ્રો પરથી એપ્રિલ-21 થી ડિસેમ્બર-21 સુધીની નવ માસમાં રૂ. 3,04,89,540ની દવાઓ વેચાઇ છે. આ આંકડાઓ નાના લાગી શકે પણ, વાસ્તવિક્તા એ છે કે જનઔષધિ કેન્દ્રોમાં બજારમાં મળતી દવાની કિંમતના 80 ટકા સુધી સસ્તી મળે છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ દવાઓ વેચનારા ટોપ ટેનમાં વડોદરાના ચાર કેન્દ્રોનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો: રાજકોટ: 'મેં તમારી દીકરીની હત્યા કરી નાખી છે, હું પણ આપઘાત કરી રહ્યો છું'

    એક મજાની વાત તો એ છે કે, એક જ કંપની દ્વારા ઉત્પાદિત લિવિટારિસિટમ (500 એમજી) નામની ટેબલેટ બજારમાં રૂ. 135ના ભાવે મળે એ જ દવા અહીં માત્ર રૂ. 65માં અને ઇન્સ્યુલીન ગારલીનની બજાર કિંમત રૂ. 700ની સામે અહીં માત્ર રૂ. 310માં જ મળે છે. એવી જ રીતે ફેરોપિનમ (200 એમજી)ની બજાર કિંમત રૂ. 644ની સાપેક્ષે કેન્દ્રોમાં માત્ર રૂ. 300માં જ વેચવામાં આવે છે. મહિલાઓ માટે સેનેટરી નેપકિન માત્ર એક જ રૂપિયામાં મળે છે. બોલો ! આટલું વાજબી ભાવે કોણ આપી શકે ?
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन