Home /News /madhya-gujarat /

વડોદરા: ગાંધી જંયતી નિમિત્તે ખાદીની ખરીદી ઉપર  35% ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કરાયું

વડોદરા: ગાંધી જંયતી નિમિત્તે ખાદીની ખરીદી ઉપર  35% ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કરાયું

ખાદી

ખાદી ઉપર ડિસ્કાઉન્ટ

Gandhi jayanti 2021: સમગ્ર દેશમાં ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતાનો કાર્યક્રમ સાથે જ ખાદી ઉધોગને (Khadi Gram udhyog) પ્રોત્સાહિત કરવા ખાદીની ખરીદી માટે પ્રોત્સાહિત કરવા ખાદીની ખરીદી (khadi discount) ઉપર રિબેટ આપવામાં આવે છે.

    વડોદરા: તારીખ 2જી ઓક્ટોબર, ગાંધી જંયતી (Gandhi Jayanti) નિમિત્તે વડોદરા જીલ્લા ખાદીગ્રામ ઉધોગ સહકારી મંડળી લિ.દ્વારા ખાદીની ખરીદી ઉપર તા.2જી ઓક્ટોબર થી 31ઓક્ટોબર સુધી 35% ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

    તારીખ 2જી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ. સમગ્ર દેશમાં ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતાનો કાર્યક્રમ સાથે જ ખાદી ઉધોગને પ્રોત્સાહિત કરવા ખાદીની ખરીદી માટે પ્રોત્સાહિત કરવા ખાદીની ખરીદી ઉપર રિબેટ આપવામાં આવે છે. ત્યારે ગુજરાત સરકાર તરફથી 20%ખાદીનું રિબેટ નક્કી કરવામાં આવ્યું છે. અને કેન્દ્ર સરકારનું એમ.ડી.એ. 15% નક્કી કરવામાં આવ્યું છે. આમ કુલ 35% ખાદીની ખરીદીમાં રિબેટ નક્કી કરવામાં આવ્યું છે. આ રિબેટ બીજી ઓક્ટોબર ગાંધી જયંતીથી એક મહિના માટે આપવાનું હાલ પૂરતું નક્કી કરવામાં આવ્યું છે.

    ત્યાર પછી સરકાર દ્વારા નક્કી થયા મુજબ ખાદીગ્રામ બોર્ડ દ્વારા જે નક્કી કરવામાં આવશે તે મુજબ આગળનો નિર્ણય કરવામાં આવશે. હાલ લોકોને ખાદીની ખરીદીમાં ઉત્સાહ વધે તે માટે ખાદી ઉપર 35% ખાદી ગ્રામ ઉધોગ નાસભાસદોને 5% એમ 40% રિબેટ આપવામાં આવનાર છે. તેવું વડોદરા જીલ્લા ખાદીગ્રામ ઉધોગ સહકારી મંડળી લિ. દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ગતવર્ષે કોરોનાની મહામારીને કારણે ખાદીગ્રામ ઉધોગને ઓક્ટોબર દરમિયાન 1.45 લાખ (એક કરોડ ને પિસ્તાલીસ લાખ) નું વેચાણ થયું હતું.

    આમ ગતવર્ષે કોરોનાને કારણે જે નુકસાન થયું હતું, તે આ વર્ષે નુકસાન ભરભાઇ થાય તે માટે ખાદીની ખરીદી તથા ખાદી ભંડારના કર્મચારીઓને રોજીરોટી મળે તે માટે વધુમાં વધુ લોકો ખાદીની આ વર્ષે ખરીદી કરે તેવી અપીલ વડોદરા જીલ્લા ખાદીગ્રામ ઉધોગ સહકારી મંડળી લિ.ના ઠાકોરભાઈ હરિભાઈ પટેલે (મામા) જણાવ્યું હતું. સાથે જ જશવંતભાઇ એમ.દલવાડીએ જણાવ્યું હતું કે, ખાદી પહેરવાના અનેક ફાયદા છે, ખાસ કરીને નવી પેઢીના લોકો જે ખાદીથી અજાણ છે. તેઓને માટે રિંકલફ્રી ખાદી ની વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ છે, ત્યારે લોકો જરુરથી ખરીદી કરે તેવી અપીલ પણ કરી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Gandhi Jayanti, Gujarati News News, Vadodara news, વડોદરા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन