વડોદરાઃ તળાવમાં ન્હાવા પડેલો યુવક ડૂબ્યો, ભારે જહેમત બાદ લાશને બહાર કઢાઇ

News18 Gujarati
Updated: July 18, 2018, 3:03 PM IST
વડોદરાઃ તળાવમાં ન્હાવા પડેલો યુવક ડૂબ્યો, ભારે જહેમત બાદ લાશને બહાર કઢાઇ
પ્રતિકાત્મક તસવીર

વડોદરા જિલ્લાના પાદરામાં તળાવમાં ન્હાવા પડેલો યુવક ડૂબી ગયાની ઘટના બની છે.

  • Share this:
વડોદરા જિલ્લાના પાદરામાં તળાવમાં ન્હાવા પડેલો યુવક ડૂબી ગયાની ઘટના બની છે. જોકે, આ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનોએ તેની લાશને ભારે મહેનત બાદ બહાર કાઢી હતી. યુવકના અચાનક થયેલા મોતથી પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે આજે બુધવારે વડોદરા પાસે આવેલા પાદર તાલુકાના લતીપુર ગામમાં 33 વર્ષીય યુવક પરિવાર સાથે રહે છે. જે આજે સવારમાં ગામમાં આવેલા તળાવમાં ન્હાવા પડ્યો હતો. જોકે, તે અચાનક ડૂબી ગયો હતો. જોકે, નજરે જોનારા લોકોએ ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરી હતી. સાથે સાથે સ્થાનિક લોકોએ પણ યુવકને શોધવાની કામગીરી હાથધરી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી.

ફાયર બ્રિગેડના જવાનોએ 33 વર્ષી હસમુખ તડવીને શોધવા માટેની કામગીરી હથ ધરી હતી. સુત્રનો જણાવ્યા પ્રમાણએ વડોદરા ડિઝાસ્ટર મેનેજમેન્ટના જવાનોએ હસમુખને શોધવાની કામગીરી હાથધરી હતી. ભારે જહેમત બાદ હસમુખની લાશ તળાવમાંથી બહાર કાઢી હતી. ઘટનાની જાણ થતાં પાદરા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
First published: July 18, 2018, 3:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading