વર્ષ 2009માં પ્રથમ વખત દિવ્ય છપ્પનભોગનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરામાં આવેલા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે દિવ્ય છપ્પનભોગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ ધાર્મીક કાર્યક્રમ યોજાયા હતાં. મોટી સંખ્યામાં લોકોએ દિવ્ય છપ્પનભોગનાં દર્શન કર્યાં હતાં અને ધન્યતા અનુભવી હતી.
Nidhi Dave, Vadodara: વડોદરા શહેરના માંજલપુર વિસ્તાર સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિર આવેલું છે. શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં શ્રી શ્રી 1008 શ્રી નારાયણ આચાર્ય ગુરુદેવ શ્રી માધવાચાર્ય સ્વામીજી તથા શ્રી દેવનાયક સ્વામીજીની અસીમ કૃપાથી ખાસ વાર્ષિક પાટઉત્સવ અને દિવ્ય છપ્પનભોગનું આયોજન કરવામાં આવ્યું છે.
ચોથી વખત દિવ્ય છપ્પનભોગનું આયોજન કરાયું
સંવત 2047 મહાસુદ પાંચમ 21મી જાન્યુઆરી 1991ના શુભ દિવસે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અને એ દિવસે વસંત પંચમી હતી. તેથી દર વર્ષે આ દિવસે વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે.
શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પ્રમુખ કમલેશ પટેલ, મંત્રી પ્રશાંત પટેલ અને ખજાનચી કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે
વર્ષ 2009માં પ્રથમ વખત દિવ્ય છપ્પનભોગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ2013, 2016 અને 2023માં ચોથી વખત ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
કુંભથી મહાભિષેક કરવામાં આવ્યો
આ ભવ્ય આયોજનમાં 150થી વધુ લોકો સેવામાં જોડાયેલા છે. 32મો પાટોત્સવ અને દિવ્ય છપ્પનભોગના આયોજનમાં ભગવાનની શોભાયાત્રા કાઢી વિશ્વેકશન એટલે ગણપતિ પૂજન કરવામાં આવ્યું અને સાથે સાથે આચાર્ય પૂજન, કળશ પૂજન અને ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું.
તથા લગ્ન ઉત્સવ અને સુવર્ણ રથમાં બિરાજી શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના સૃષ્ટિ વિહાર બાદ 108 કુંભથી મહાભિષેક કરવામાં આવ્યો. અને દિવ્ય છપ્પનભોગનું આયોજન કરવામાં આવ્યું. જેને ભક્તજનો સાંજે 5થી 9:30 કલાક દરમિયાન દર્શનાર્થે પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે.