Home /News /madhya-gujarat /

વડોદરા જિલ્લામાં 260 ગ્રામ પંચાયતોની સામાન્ય અને બે ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી રવિવારે યોજાશે

વડોદરા જિલ્લામાં 260 ગ્રામ પંચાયતોની સામાન્ય અને બે ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી રવિવારે યોજાશે

ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 576 મતદાન મથકો તથા 4,28,602 મતદારો...

વડોદરા તા.17ડિસેમ્બર, 2021 (શુક્રવાર) રાજય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

    વડોદરા: તા.17ડિસેમ્બર, 2021 (શુક્રવાર) રાજય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લામાં 260 ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિત 1494 વોર્ડની સામાન્ય અને બે ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી રવિવાર તા.19 ડિસેમ્બર -2021ના રોજ સવારે 7:00 કલાકથી સાંજના 6:00 કલાક સુધી યોજાશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 27 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે.


    જિલ્લામાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં સરપંચ માટે 849 અને વોર્ડ સભ્ય માટે 3656 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 576 મતદાન મથકો પર 2,21, 222 પુરુષ અને 2,07,379 સ્ત્રી અને અન્ય એક મતદારો સહિત કુલ- 4,28,602 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

    વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી કામગીરી માટે 68 ચૂંટણી અધિકારી, 68 મદદનીશ ચૂંટણી અધિકારી, 3219 પોલિંગ સ્ટાફ અને કાયદો થતા વ્યવસ્થા જાળવવા માટે 1292 પોલીસ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી માટે 883 મત પેટીઓ ઉપયોગમાં લેવામાં આવશે.

    આ પણ વાંચો: અમદાવાદ : મહિલા કોન્સ્ટેબલે કરી આત્મહત્યા, કેમ ભર્યું આવું પગલું, જાણો કારણ

    વડોદરા જિલ્લામાં સામાન્ય અને પેટા ચૂંટણીમાં
    વડોદરા જિલ્લાના વડોદરા તાલુકામાં 38 ગ્રામ પંચાયતોની, પાદરામાં 24, કરજણમાં 22, શિનોરમાં 26, ડભોઈમાં 51, વાઘોડિયામાં 38, સાવલીમાં 46 અને ડેસર તાલુકામાં 14 સહિત કુલ 260 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ યોજાશે.


    અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લામાં 08 વોર્ડ ધરાવતી 244, 10 વોર્ડ ધરાવતી 34, 12 વોર્ડ ધરાવતી 09, જ્યારે 14 અને 16 વોર્ડ ધરાવતી એક એક ગ્રામ પંચાયત છે. તેની સાથે ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ પણ યોજાનાર છે. જેમાં પાદરા તાલુકામાં એક, કરજણમાં એક સહિત કુલ બે ગ્રામ પંચાયતોમાં ત્રણ વોર્ડની તેમજ કરજણ તાલુકાના અટાલી ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાશે.

    આ પણ વાંચો: દાહોદઃ પેવર બ્લોકની ફેક્ટરીમાં બનતો ડુપ્લિકેટ દારૂ ઝડપાયો, ત્રણની ધરપકડ

    ગ્રામ પંચાયત ચૂંટણીની મત ગણતરી તા. 21.12. 2021ના રોજ હાથ ધરવામાં આવશે. મત ગણતરી આઠ સ્થળોએ 27 હોલમાં થશે. આ માટે 668 મત ગણતરી સ્ટાફ, 464 પોલીસ સ્ટાફ, 65 આરોગ્ય કર્મીઓ સહિત 164 સેવકો ફરજ બજાવશે. એમ રાજ્ય ચૂંટણી આયોગના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાએ જણાવાયું છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Election 2021, General election, Gram Panchayat Election, State election commission

    આગામી સમાચાર