વડોદરામાં ડેન્ગ્યૂનાં કારણે વધુ એક યુવતીનું મોત, મૃત્યુંઆંક 7 પર પહોંચ્યો

News18 Gujarati
Updated: November 21, 2019, 12:35 PM IST
વડોદરામાં ડેન્ગ્યૂનાં કારણે વધુ એક યુવતીનું મોત, મૃત્યુંઆંક 7 પર પહોંચ્યો
શહેરમાં ડેન્ગ્યૂનો કહેર ભારે વકર્યો છે.

  • Share this:
ફરીદખાન પઠાણ, વડોદરા : શહેરમાં ડેન્ગ્યૂનો કહેર ભારે વકર્યો છે. વધુ એક 23 વર્ષની યુવતીનું બુધવારે ડેન્ગ્યૂનાં કારણે ખાનગી હૉસ્પિટલમાં મોત નીપજ્યું છે. હવે શહેરમાં ડેન્ગ્યૂનાં કારણે મોતનો આંકડો 7 સુધી પહોંચી ગયો છે. આરોગ્ય વિભાગ પ્રમાણે અત્યાર સુધી 4807 શંકાસ્પદ દર્દીઓમાંથી 933 દર્દીઓનાં ડેન્ગ્યૂનાં રિપોર્ટ પોઝિટીવ આપ્યાં છે.

મંગળવારે પાલિકા આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓમાં ડેન્ગ્યૂનાં પોઝિટિવ કેસની સંખ્યા 894 હતી. જ્યારે બુધવારે આ સંખ્યામાં ધરખમ વધારો થતા 933 થઇ હતી. એટલે કે, એક જ દિવસમાં ડેન્ગ્યૂનાં 39 પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે.

આ પણ વાંચો : સુરતમાં સિટી બસની અડફેટે ત્રણનાં મોતમાં પરિવારે ન સ્વીકાર્યો મૃતદેહ, સરકારી નોકરીની માંગ

ડેન્ગ્યૂનાં લક્ષણો

ડેન્ગ્યૂનાં શરૂઆતનાં લક્ષણોમાં ઠંડી લાગવી, માથાનો દુખાવો, આંખો ફેરવવાથી દુખાવો થાય અને પીઠનો દુખાવો વગેરે થાય છે. સતત અને અતિશય તાવ એ ડેન્ગ્યુની નિશાની છે. બીજા લક્ષણોમાં અતિશય થાક, પીઠનો દુખાવો, સાંધાનો દુખાવો, ચક્કર આવવા, ઉલટી, લો બ્લડ પ્રેશર, ફોલ્લીઓ વગેરે જોવા મળે છે. આ લક્ષણો જે માણસને જણાય તેને સીધા જ કોઈ ડોકટર પાસે જઇને બતાવવું જોઈએ. આ સમયે વધારે પ્રમાણમાં પ્રવાહી પીવું જોઈએ અને શક્ય તેટલો આરામ પણ કરવો જોઈએ. તમને જણાવી દઇએ કે, ડેન્ગ્યુ માટેની કોઈ રસી નથી. ડેન્ગ્યુ માટેની સાવધાની એ જ છે કે આવા વાયરસ ફેલાવતા મચ્છરોનો નાશ કરવો જોઇએ.
First published: November 21, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading