Home /News /madhya-gujarat /

નાની બહેનના લગ્નના ખર્ચ માટે પૈસા ભેગા ન થતાં ભાઇએ એસીડ પીતાં મોત

નાની બહેનના લગ્નના ખર્ચ માટે પૈસા ભેગા ન થતાં ભાઇએ એસીડ પીતાં મોત

પ્રતિકાત્મક તસવીર

બહેનના લગ્નના ખર્ચ માટે રૂપિયાનો બંદોબસ્ત ન થતાં ભાઇએ એસીડ પીતા તેનું મોત નીપજ્યું હોવાની કરુણ ઘટના બની છે.

    ન્યૂઝ18ગુજરાતીઃ અત્યારે લગ્ન સિઝન ચાલી રહી છે ત્યારે ઠેરઠેર લગ્નમાં શરણાઇઓના સૂર સંભળાઇ રહ્યા છે તો બીજી તરફ બહેનના લગ્નના ખર્ચ માટે રૂપિયાનો બંદોબસ્ત ન થતાં ભાઇએ એસીડ પીતા તેનું મોત નીપજ્યું હોવાની કરુણ ઘટના બની છે. આમ આવનારો લગ્ન પ્રસંગ પરિવારમાં શોકનો પ્રસંગ બન્યો હતો.

    મળતી માહિતી પ્રમાણે તરસાલી બાયપાસ રોડ ઉપરના ઓમકાર શીખાફળિયામાં રહેતો 23 વર્ષીય ભાવેશ નરેન્દ્રભાઇ પરમાર કડિયાકામ કરતો હતો. પિતાનું બે વર્ષ પહેલા જ અવસાન થયું હતું. માતા અને નાની બહેન સાથે રહેતા ભાવેશની આવક ખુબજ મર્યાદિત હતી. દરમિયાનમાં તેની નાની બહેનના લગ્ન 31 મેના દિવસે લેવાયા હતા.

    લગ્નના ખર્ચને પહોંચી વળી શકાય તેટલા પૈસા તેનાથી ભેગા થયા ના હતા. આથી તે હતાશ થઇને ગુમસુમ ફરતો હતો. દરમિયાનમાં ગત. 6ના રોજ સાંજે સાડા ચાર કલાકે પોતાના ઘરે જ એસીડ પી જતાં તબિયત લથડી હતી. તેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે મકરપુરા પોલીસે અકસ્માત મોતના કાગળો તૈયાર કરી તપાસ હાથધરી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Acid

    આગામી સમાચાર