80 તથા દિવ્યાંગ અને અશક્ત મતદારોએ ઘરે બેઠા મતદાન કરવાની ઈચ્છા દર્શાવી ..
વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 તારીખ 5 ડિસેમ્બરે યોજાવાની છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોરના માર્ગદર્શન હેઠળ લોકશાહીના આ મહાપર્વમાં જિલ્લાનો કોઇ પણ મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.
Nidhi Dave, Vadodara: વડોદરા શહેર જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી- 2022 તારીખ 5 ડિસેમ્બરે યોજાવાની છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોરના માર્ગદર્શન હેઠળ લોકશાહીના આ મહાપર્વમાં જિલ્લાનો કોઇ પણ મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.
વડોદરા શહેર જિલ્લામાં 80 તથા દિવ્યાંગ અને અશક્ત મતદારોએ ઘરે બેઠા મતદાન કરવાની ઈચ્છા દર્શાવી હતી તેવા મતદારોની મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાવપુરા વિધાનસભા મત વિભાગના ચૂંટણી અધિકારી આર .બી. પરમારે જણાવ્યું હતું કે રાવપુરા વિધાનસભામાં આવા 23 મતદારોએ ઘરે બેઠા મતદાન કરવાનો વિકલ્પ આપ્યો હતો. જે પૈકી એક મતદારનું અવસાન થતા કુલ 22 મતદારોએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું.
આર.બી. પરમારે વધુમાં જણાવ્યું કે, ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ આ મતદાન પ્રક્રિયાની સંપૂર્ણ વિડિયોગ્રાફી સાથે ગેઝેટેડ અધિકારીઓ અને પોલીસની હાજરીમાં આ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે માટે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં બે ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરમાં 31, સયાજીગંજ બેઠકમાં 112, અકોટા બેઠકમાં 107, રાવપૂરા બેઠક માટે 23 અને માંજલપુર બેઠક ઉપર 88 મતદારો 12- ડી ફોર્મ ભરી મતદાન કરવા માટે તૈયાર થયા હતા. આ મતદારોમાં મહત્તમ 80 વર્ષથી ઉપરના આયુ ધરાવતા વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનોનો સમાવેશ થાય છે.
દિવ્યાંગજનો માટેના મોબાઈલ પોલિંગ સ્ટેશનની સાથે વોટિંગ કંપાર્ટમેન્ટ તેમજ બ્રેઈલ લિપિ વાળું જ બેલેટ પેપર હોય છે. જેથી કરીને દિવ્યાંગજન બ્રેઈલ લિપિ સરળતાથી વાંચી શકે અને પોતાના નેતાને પસંદ કરીને મત આપી શકે.