વડોદરા: શહેરને કલા નગરી (Kala Nagari) તથા સંસ્કારી નગરી (Sanskari Nagari) તરીકે ઓળખવામાં આવે છે. તો આ નામ એમ નેમ નથી પડ્યું. વડોદરા શહેરના લોકોમાં ખૂબ સંસ્કારનું સિંચન થયેલું છે. અને આ જ સંસ્કારો વડોદરાવાસીઓને બીજા કરતા અલગ પાડે છે. તો એવામાં વડોદરા શહેરના રેખાબેને પોતાના સંસ્કાર અને ભક્તિને ખૂબ જ સરસ રીતે પ્રદર્શિત કરી છે.
રેખાબેન ઠક્કરે પોતાના હસ્ત અક્ષરોથી 2,000 પાનાનું રામાયણ લખ્યું.
વડોદરા શહેરમાં હરણી - વારસિયા રીંગરોડ ખાતે રહેતા અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સમાંથી અનુસ્નાતકની પદવી ધરાવતા રેખાબેન ઠક્કરે કોરોનામાં પોતાના હસ્ત અક્ષરોથી 2000 પાનાનું રામાયણ લખ્યું છે. જેની પ્રત અયોધ્યા ખાતે રામલલ્લાના ચરણોમાં સમર્પિત કરી છે.
રામનવમીએ અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાના દરબારમાં હસ્ત લિખિત રામાયણની એકપ્રત સમર્પિત કરી ધન્યતા અનુભવી
રેખાબેનને સિતાર વાદનમાં રુચિ ધરાવે છે. કોરોના કાળ દરમિયાન રામાયણની ટી.વી.સિરિયલ નિહાળ્યા બાદ પોતાના હસ્ત અક્ષરોથી રામાયણ લખવાનો વિચાર આવ્યો હતો. જેને ફળિભૂત કરવા માટે તારીખ 3 ઓક્ટોબર 2020થી ઘરમાંજ પૂજા - પાઠ ગોઠવી રામાયણ લખવાનો પ્રારંભ કર્યો હતો. રામાયણના પ્રથમ 100 પેજ લખાયા હતા, તે લઈને ઘરેથી પગપાળા નિકળી નવાબજાર રોકડનાથ હનુમાનજી મંદિરે આવી દાદાને વિનવણી કરી હતી. રામનવમીએ અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાના દરબારમાં હસ્ત લિખિત રામાયણની એકપ્રત સમર્પિત કરી ધન્યતા અનુભવી હતી, એમ રેખાબેને જણાવ્યું.
2000 પનાની રામાયણ લખતા લગભગ 20 મહિના જેટલો સમય લાગ્યો
રેખાબેન જન્મે ગુજરાતી હોવા છતા આપણા દેશની રાષ્ટ્રભાષા હિન્દી હોવાને કારણે રામાયણ હિન્દીમાં લખ્યું છે. આપણે સર્વે સર્વપ્રથમ ભારતીય છે. જેનું ગૌરવ તમામે લેવું જોઇએ. તથા આ રામાયણ A4 સાઈઝના પનામાં તથા ખાસ કલરવાળી પેનના માધ્યમથી લખવામાં આવેલ છે. તદુપરાંત ખૂબ સુંદર ફોટો પણ લગાડવામાં તથા અમુક જાતે દોરવામાં આવ્યા છે. આ 2000 પનાની રામાયણ લખતા લગભગ 20 મહિના જેટલો સમય લાગ્યો છે. તથા દિવસના 2 થી 3 કલાકના જેટલું લખતા હતા.અને હજુ આમાં આગળ લખવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ પ્રકારની અનોખી ભક્તિ ખરેખર ફક્ત વડોદરામાં જ જોવ મળી શકે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર