તન્વી કંસારા અને શીતલ કટ્ટે "ફૂડ નેક્સ્ટ ડોર" નામના સ્ટાર્ટઅપના સંચાલક છે. બંને મહિલાઓએ સ્ટાર્ટઅપ શરૂ કરીને બીજી અન્ય ઘણી મહિલાઓને રોજગારી પૂરી પાડી છે. આ સ્ટાર્ટઅપમાં અત્યારે 40 હોમ કુક કાર્યરત છે, તથા ઘણા ડીલીવરી બોય પણ રાખવામાં આવ્યા છે.
Nidhi Dave, Vadodara: "નારી તું નારાયણી" કહેવતને વડોદરા શહેરની બે મહિલાઓએ સાર્થક કરી છે. તન્વી કંસારા અને શીતલ કટ્ટે "ફૂડ નેક્સ્ટ ડોર" નામનું એ એક અનોખું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. આઠ મહિના પહેલા જ શરૂ કરેલા સ્ટાર્ટઅપ, જે 900 ઓર્ડર મેળવી ચૂક્યું છે. આ સ્ટાર્ટઅપનો મુખ્ય ઉદ્દેશ્ય જે લોકોને ઘરનું જમવાનુ જમવું હોય અને જે હોમ કુક, કે જેમની રેસ્ટોરન્ટ કે હોટલ નથી, પરંતુ ખૂબ સ્વાદિષ્ટ જમવાનું બનાવતા હોય, તો એવા તમામ હોમ કુક અને ઘરનું જમવાવાળાઓને એક પ્લેટફોર્મ પર લાવ્યા છે.
તન્વી કંસારા અને શીતલ કટ્ટે આ સ્ટાર્ટઅપના સંચાલક છે. બંને મહિલાઓએ સ્ટાર્ટઅપ શરૂ કરીને બીજી અન્ય ઘણી મહિલાઓને રોજગારી પૂરી પાડી છે. આ સ્ટાર્ટઅપમાં અત્યારે 40 હોમ કુક કાર્યરત છે, તથા ઘણા ડીલીવરી બોય પણ રાખવામાં આવ્યા છે. જેટલા પણ હોમકુક આ સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા છે, એ તમામને ફૂડ લાઇસન્સ પણ મળેલું છે. એટલે અહીં તમામ પ્રકારની સ્વાસ્થ્ય પ્રત્યેની તકેદારી રાખવામાં આવેલી છે.
હાલમાં આ સ્ટાર્ટઅપ ફક્ત વડોદરામાં જ કાર્યરત છે. પરંતુ આવનારા સમયમાં અમદાવાદ અને પુને જેવા મોટા શહેરોમાં પણ શરૂ થશે. આ સ્ટાર્ટઅપમાં મોટી વયની મહિલાઓ પણ જે 60 થી 70 વર્ષના હોય એવા પણ લોકો જોડાયેલા છે. આ ઉપરાંત, હોમ કુક કપલ પણ જોડાયેલું છે. સ્વાસ્થ્ય માટે હોટલ કે રેસ્ટોરન્ટ કરતા ઘરનું ખાવાનું યોગ્ય હોય છે, આ વિચાર સાથે સ્ટાર્ટઅપની શરૂઆત કરી આખા શહેરમાં પ્રખ્યાત થયા છે. ખાસ કરીને એવા હોમ કુક રાખવામાં આવ્યા છે, જેઓ અલગ અલગ વાનગીઓ બનાવવામાં નિષ્ણાંત હોય છે.
જો તમને પણ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવતા આવડતી હોય અથવા તો ઘરનું જમવાનું ઓર્ડર કરવું હોય તો આપેલી લીંક પર સંપર્ક કરી શકો છો: https://www.foodnextdoor.in/ અથવા https://play.google.com/store/apps/details?id=com.FoodNextDoor.CustomerApp