વડોદરા: વડોદરા શહેરમાં એક 19 વર્ષીય આશાસ્પદ ખેલાડીનું ડેંગ્યૂથી નિધન થયું છે. શહેરના આજવા રોડ ખાતે રહેતી 19 વર્ષીય સાક્ષી રાવલ (Sakshi Rawal)નું નિધન થયું છે. સાક્ષીએ વર્ષ 2019માં ઝારખંડ (Jharkhand) ખાતે યોજાયેલી જુડોની સુરાશ કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. વડોદરા શહેર (Vadodara city)માં વકરેલા પાણીજન્ય રોગચાળાએ એક નેશનલ પ્લેયરનો ભોગ લીધો છે. નેશનલ પ્લેયર એવી સાક્ષીના નિધનથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. 19 વર્ષની ઉંમરે દીકરી ગુમાવતા પરિવારના સભ્યો ભાંગી પડ્યાં હતાં. અંતિમ સંસ્કાર વખતે હાજર તમામ લોકોની આંખમાં આંસુ જોવા મળ્યા હતા. પરિવારે આક્ષેપ લગાવ્યો હતો કે તંત્રના પાપે અમારે દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં હાલ પાણીજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. શહેરના અનેક વિસ્તારો રોગચાળાના ભરડવામાં આવી ગયા છે.
શહેરમાં પાણીજન્ય રોગચાળાનો કહેર
વડોદરા પાણીજન્ય રોગચાળાનો કહેર જોવા મળ્યો છે. છેલ્લા 15 દિવસમાં પાલિકાના ચોપડે ડેંગ્યૂના 83 અને ચિકનગુનિયાના 35 કેસ નોંધાયા છે. આ પહેલા પાણીજન્ય રોગચાળાના કારણે નાગરવાડામાં ત્રણ મહિલાનાં મોત થયા હતા, હવે નેશનલ પ્લેયરનું મોત નીપજ્યું છે. શહેરમાં તંત્રની બેદરકારીને કારણે આજે પણ અનેક વિસ્તારોમાં દુષિત પાણી આવી રહ્યું છે છે. જેના પગલે શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ વર્ષ 2019માં શહેરમાં ડેંગ્યૂના 1,247 અને ચિકનગુનિયાના 231 કેસ પાલિકાના ચોપડે નોંધાયા હતા હતા. જ્યારે 2021માં બે અઠવાડિયા પહેલા ડેંગ્યૂના 16 કેસ નોંધાયા હતા, હવે તેમાં સીધો જ 44 કેસનો વધારો થયો છે.
ઉલ્લેખીય છે કે છેલ્લા છેલ્લા 10 દિવસથી સતત વાદળછાયા વાતાવરણથી બીમારીનો વાવર વધ્યો છે. શહેરના દવાખાના દર્દીઓથી ઊભરાઈ રહ્યા છે. સરકારી હૉસ્પિટલમાં ઓપીડીમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખાનગી દવાખાનામાં દર 10 દર્દીમાં 8 દર્દી વાયરલ ઇન્ફેકશનના અને 2 ડેંગ્યૂના સામે આવી રહ્યા છે.