વડોદરા સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શિતોરીયુ કરાટે ડો એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા શિતોરીયુ શોટોકન ઓપન નેશનલ કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ હતી.18 ખેલાડીઓએ મેડલ જીતી સંસ્થા અને શહેરનું ગૌરવ વધાર્યું છે.
Nidhi Dave, Vadodara: વડોદરા સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શિતોરીયુ કરાટે ડો એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા શિતોરીયુ શોટોકન ઓપન નેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાન ઝેન ર્યુ એસોસિએશન ના સિદ્ધાર્થ ફિટનેસ ક્લબના 23 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ચેમ્પિયન શીપમાં વિવિધ વય જૂથ અને વજન કેટેગરી મળીને કુલ 2 ઇવેન્ટ એમ કાતા અને કુમિતે બંનેમાં કુલ 18 ખેલાડીઓએ મેડલ જીતીને ગૌરવ વધાર્યું છે. જેમા કુલ 6 ગોલ્ડ, 11 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
આ સ્પર્ધાનું આયોજન સારા લેવેલ કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપમાં નાની વયના બાળકોએ ભાગ લીધો હતો અને છેલ્લા ઘણા મહિનાઓની મહેનત બાદ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ, સિલ્વર તથા બ્રોન્સ મેડલ હાંસિલ કરીને વડોદરાને ગૌરવ અપાવ્યું છે. આ બાળકો ફક્ત શહેર કે રાજ્ય પૂરતું નહીં, પરંતુ નેશનલ અને ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં પણ રમી ચુક્યા છે અને દેશનું નામ રોશન કર્યું છે.
700 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો
આ ચેમ્પિયનશીપમાં 700 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. કાન ઝેન યુ કરાટે એસોસિયેશનના વડા જેસલ પટેલે ખેલાડીઓ અને સિદ્ધાર્થ ફિટનેસ ક્લબના સી.ઇ.ઓ અને સ્થાપક સિદ્ધાર્થ ભાલેઘરે, કોચ રવિ વણઝારા, કોચ આકાશ ચૌહાણ અને કોચ ઈશિતા ગાંધીને ભવ્ય વિજયબદ્દલ શુભેચ્છાઓ પાઠવી હતી.