Home /News /madhya-gujarat /

Vadodara: 17 વર્ષીય વિદ્યાર્થીને થયો ગુલિયન બેરે સિન્ડ્રોમ, શું આ વેકસીનના કારણે થાય છે? આવો જાણીએ

Vadodara: 17 વર્ષીય વિદ્યાર્થીને થયો ગુલિયન બેરે સિન્ડ્રોમ, શું આ વેકસીનના કારણે થાય છે? આવો જાણીએ

17

17 વર્ષીય વિદ્યાર્થીને વેકસીન બાદ એક અલગ બીમારી થતા વાલીઓ આક્રોશમાં....

શહેરમાં એક નવી ઘટના સામે આવી છે. જેમાં 17 વર્ષીય વિદ્યાર્થીએ વેકસીનના બે ડોઝ લીધા બાદ એક નવી જ બીમારી થઈ છે. આ બીમારી ગુલિયન બેરે સિન્ડ્રોમ (GBS) છે. આ 17 વર્ષીય વિદ્યાર્થીનું નામ હાર્દિક સોલંકી છે. 

    વડોદરા: શહેરમાં એક નવી ઘટના સામે આવી છે. જેમાં 17 વર્ષીય વિદ્યાર્થીએ વેકસીનના (Vaccine) બે ડોઝ લીધા બાદ એક નવી જ બીમારી થઈ છે. આ બીમારી ગુલિયન બેરે સિન્ડ્રોમ (Gullian Berre Syndrome- GBS) છે. આ 17 વર્ષીય વિદ્યાર્થીનું નામ હાર્દિક સોલંકી છે. જેમના વાલીઓ દ્વારા કારેલીબાગ ખાતે આવેલ જીવન સાધના સ્કૂલના પ્રિન્સિપાલ પર આક્ષેપ કરવામાં આવ્યા છે. વાલી આક્ષેપમાં જણાવ્યું કે, શાળાના પ્રિન્સિપાલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે જો વેક્સિનનો ડોઝ લીધો નહીં હોય, તો પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે. જેના કારણે મારા છોકરાને આ બીમારીનો ભોગ બનવું પડ્યું છે. અને આ બીમારીનો જે પણ ખર્ચો આવશે આ શાળા ભોગવે એવી માંગ પણ કરવામાં આવી છે.

    આ બીમારીને લઇને વડોદરાના આરોગ્ય અધિકારી ડો. રાજેશ શાહ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ગુલિયન બેરે સિન્ડ્રોમ નામની બીમારી એક કોઈપણ પ્રકારના વ્યક્તિન લીધા બાદ થતી જ હોય છે. આવી બીમારી ફક્ત કોરોનાની વેકસીનને કારણે નથી થઈ. છતાં પણ આ બીમારીની તપાસ ચાલુ છે કે શા કારણે આ બીમારી થઈ છે. અગાઉ પણ જ્યારે સ્વાઈન ફ્લુની રસી મૂકવામાં આવતી હતી ત્યારે પણ આવા ઘણા કેસો નોંધાયા હતા. વેક્સિન મુકાયા બાદ માણસના શરીરમાં ઇમ્યુનિટીનું પ્રમાણ ઘટી જતું હોય છે. જેના કારણે કોઈપણ પ્રકારની બીમારીનો વાઈરસ શરીરમાં હુમલો કરતો હોય છે.

    આ પણ વાંચો: અમદાવાદમાંથી બાળકીનું અપહરણ કરનારા નવ ઝડપાયા, બાળકીને બે લાખમાં વેચી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચલાવવામાં આવતું રસીકરણ અભિયાન એ એક સફળ અભિયાન છે. કોરોનાની વેકસીન દુનિયાભરના લોકોએ લીધી છે અને સફળ પણ નીવડી છે. કોરોનાની બીજી લહેરમાં જે રીતે ઘણા લોકોને કોરોના થયા બાદ મૃત્યુ પણ પામ્યા છે. પરંતુ આ વેકસીનના કારણે ત્રીજી લહેરમાં મૃત્યુદર આંક ઘટી ગયો અને કોરોનાની અસર પણ ખૂબ ઓછી થઈ છે. જેથી કરીને જે પણ લોકોએ કોરોનાની વેક્સિન લીધી ના હોય, તે વહેલી તકે લઈ લે. આ વેકસીનથી ડરવાની જરૂર નથી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन