16 વર્ષનો સ્ટુડન્ટ 24 વર્ષની યુવતીનાં પ્રેમમાં પડ્યો, વિરહમાં છોડ્યું ઘર

પોલીસે આ મામલે ગુનો નોંધીને કિશોરના પિતાએ જે યુવતી સામે શંકા વ્યકત કરી હતી.

News18 Gujarati
Updated: December 5, 2018, 12:37 PM IST
16 વર્ષનો સ્ટુડન્ટ 24 વર્ષની યુવતીનાં પ્રેમમાં પડ્યો, વિરહમાં છોડ્યું ઘર
પ્રેમિકાના ઘરે પોલીસ પહોંચી હોવાની જાણ થતા રવિ ઘરે પરત ફર્યો
News18 Gujarati
Updated: December 5, 2018, 12:37 PM IST
વડોદરામાં એક ચકચાર મચાવી દેનાર કિસ્સો સામે આવ્યો છે. 24 વર્ષની પ્રેમિકાના વિરહમાં 16 વર્ષના કિશોરે ઘર છોડી દીધુ છે. યુવતી સાથેના પ્રેમ સંબંધનો પરિવારે ઇન્કાર કરી મકાન બદલાવી દેતાં આઘાતમાં પડેલા કિશોરે ઘર છોડી દીધું હતું. કિશોરે ગ્રૃહત્યાગ કરતા પરિવારજનોએ અપહરણ કર્યાની ફરિયાદ કરી હતી.

શહેરના હરણી વિસ્તારમાં સમા રોડ પર રહેતા અને પાડોશમાં રહેતી ગાયિકા યુવતી સાથે રવિના પ્રેમસંબંધ બંધાયા હતા. પુત્ર 16 વર્ષ 12 કોમર્સમાં અભ્યાસ કરે છે અને યુવતી 24 વર્ષ વ્યવસાય કરી રહી છે. આ પ્રેમસંબંધની પરિવારજનોને જાણ થતા જ કિશોરના પરિવારજનો અન્ય સ્થળે રહેવા ગયા હતા. પુત્રના આ સંબંધની જાણ થતા જ પુત્રનો મોબાઇલ પણ લઇ લેવામાં આવ્યો હતો. રવિને આ સંબંધનો અંત લઇ આવવા સમજાવ્યો હતો પરંતુ તેને કોઇ જ ફરક પડ્યો ન હતો.આ દરમિયાન પ્રેમિકાના વિરહમાં કિશોરે ઘર છોડી દીધુ હતુ. આ જાણ થતા જ પુત્રને શોધવા પરિવારજનોએ દોડધામ મચાવી હતી અને પુત્રના અપહરણની ફરિયાદ પણ કરી હતી.

ચિઠ્ઠી મળતા પરિવાર આઘાતમાં

પોલીસે આ મામલે વધુ તપાસ કરી હતી. માહિતી મુજબ પરિવારદનો સવારે ઉંઘમાંથી ઉઠયા ત્યારે તેમનો 12માં ધોરણમાં ભણતો 16 વર્ષનો કિશોર ઘરમાં જોવા મળ્યો ન હતો. તેમણે તપાસ કરતાં કિશોરની કોઇ ભાળ મળી શકી ન હતી. તપાસ કરતાં પથારીમાં છુપાવેલ ચિઠ્ઠી મળી હતી, બે દિવસ પહેલા જ ચિઠ્ઠી લખીને કિશોરે જાણ કરી હતી જેમા લખેલુ હતુ કે 'મારી તપાસ કરતા નહીં'

પ્રેમિકાના ઘરે હોવાની જાણ થતા રવિ ઘરે પરત ફર્યો

આ બનાવ અંગે રવિના પિતાએ જણાવ્યું હુ કે રવિને વારંવાર સમજાવવા છતા તે સુધરતો ન હતો. રવિ સ્કૂલ પર જાય પણ છે પણ સંપૂર્ણ સમય માહિ સાથે પસાર કરતો હતો અને ઘરે પરત આવી જતો હતો. આ અંગે રવિના પિતાએ જણાવ્યું કે મારા પુત્રની જિંદગી બચાવવા માટે હું માહિના પરિવારજનોને મળ્યો હતો પરંતુ તેના પરિવારજનો માહિને સપોર્ટ કરતા હતા. પોલીસ ફરિયાદમાં માહિ પર શંકા જતા પોલીસે તેમના ઘરે તપાસ કરી હતી. માહિના ઘરે પોલીસ પહોંચી હોવાની જાણ થતા રવિ તરત જ ઘરે પરત આવ્યો હતો. તેમની પૂછપરછ રવિએ કોઇ મહિતી આપી ન હતી.
First published: December 5, 2018
વધુ વાંચો अगली ख़बर