Home /News /madhya-gujarat /

વડોદરા : Coronaના ડરથી CBSE ટોપર 15 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત, 'ત્રણ દિવસ બાદ જન્મદિવસ', પરિવાર સ્તબ્ધ

વડોદરા : Coronaના ડરથી CBSE ટોપર 15 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત, 'ત્રણ દિવસ બાદ જન્મદિવસ', પરિવાર સ્તબ્ધ

તેજસ્વી વિદ્યાર્થીએ કોરોનાના ડરથી આપઘાત કર્યો

ત્રણ દિવસ પછી પારસનો જન્મદિવસ હોવાથી તેની ઉજવણી કરવાનું પ્લાન બનાવી રહ્યા હતા, પરંતુ અચાનક દીકરાના મોતથી પરિવારના માથે દુખનો પહાડ તૂટી પડ્યો

  અંકિત ઘોનસીકર, વડોદરા : કોરોના વાયરસની મહામાર અને લોકડાઉનને પગલે અનેક લોકોના નોકરી, ધંધાને અસર પહોંચી છે સાથે રાજ્ય સહિત દશભરના વિદ્યાર્થીઓનું ભણવાનું પણ બગડી રહ્યું છે. અનેક વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણવાનું માફક નથી આવી રહ્યું, પરંતુ કોરોનાના કારણે વિદ્યાર્થીઓ અને તંત્ર લાચાર છે. ત્યારે અનેક લોકોને સંક્રમિત કરનાર કોરોના વાયરસનો ડર એટલો લોકોના મગજમાં ઘર કરી ગયો છે કે, લોકો તેનાથી બચવા જાત-જાતના ઉપાયો કરી રહ્યા છે. આ બધા વચ્ચે વડોદરાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં 15 વર્ષીય વિદ્યાર્થીએ કોરોનાના ડરથી આપઘાત કરી લીધો છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતો એક 15 વર્ષિય વિદ્યાર્થી કોરોના વાયરસથી ભયભીત થઈ ગયો હતો, છેલ્લા કેટલાએ સમયથી ઘરની બહાર પણ નીકળ તો ન હતો, અને આજે તેણે મમ્મી-પપ્પાની ગેરહાજરીમાં પોતાના રૂમમા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા માતા-પિતા સ્તબ્ધ થઈ ગયા છે. આ ઘટનાને પગલે પુરા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
  આ પણ વાંચો - સુરત: સુખી-સંપન્ન પરીવારની 21 વર્ષની દીકરીએ કર્યો આપઘાત, માતા-પિતા આઘાતમાં બેભાન


  વિગતે ઘટનાની વાત કરીએ તો, માંજલપુર વિસ્તારમાં વડસર બ્રીજ નજીક કેશવગ્રીનમાં રહેતો અને 12 સાયન્સ અભ્યાસ કરતો તેજસ્વી 15 વર્ષીય વિદ્યાર્થી પારસ ઝાએ પોતાના રૂમમાં જ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો છે. માતા-પિતા શાક લેવા બહાર ગયા હતા, ત્યારે પારસ ઘરમાં એકલો હતો, માતા-પિતા જ્યારે શાક લઈને ઘરે આવ્યા તો તેને અનેક બુમો લગાવી પણ તેણે દરવાજો ના ખોલતા માતએ બીજી ચાવીથી ઘરના દરવાજાનું લોક ખોલી અંદર જોયું તો, દીકરો ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યો હતો. માતા-પિતાએ તુરંત પોલીસને જાણ કરી તેને ઉતારી હોસ્પિટલ લઈ જવાની કોશિસ કરી પરંતુ તેના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.
  આ પણ વાંચો - 31stએ 'દારૂ પીવો એટલે પીવો જ', વલસાડમાં પોલીસનો સપાટો, દમણથી આવતા 750 પીધેલા ઝડપાયા

  આ મામલે પરિવારના એક સભ્યએ જણાવ્યું કે, પારસ ભણવામાં ખુબ હોશિયાર હતો, તે માંજલપુરની પહેલા માંજલપુર અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો, અને ટોપર રહ્યો હતો. હાલમાં તે સીબીએસઈમાં 12 સાયન્સ કરી રહ્યો હતો, તે જોડે આઈઆઈટી આશ્રમમાં સ્પર્ધાત્મક પરીક્ષાની પણ તૈયારી કરી રહ્યો હતો. માતા-પિતા તેને ઓનલાઈન અભ્યાસ હોવાથી ઘરે એકલો મુકી શાક લેવા ગયા અને પાછા આવ્યા ત્યારે બાળકે મોત વ્હાલુ કરી દીધુ હતું, પારસ ઝાનો જન્મદિવસ હોવાથી તેની ઉજવણી કરવાનું પ્લાન બનાવી રહ્યા હતા, પરંતુ અચાનક દીકરાના મોતથી પરિવારના માથે દુખનો પહાડ તૂટી પડ્યો છે અને માતા-પિતા સ્તબ્ધ બની ગયા છે.

  આ પણ વાંચોરાજકોટ : વાલી માટે લાલબત્તી સમાન ઘટના, સોશિયલ મીડિયા પરિચીત 14 વર્ષની કિશોરીને ભગાડી ગયો

  પોલીસે આ મામલે ઘટના સ્થળ પર પહોંચી પ્રાથમિક પુછપરછ હાથ ધરી તપાસ શરૂ કરી છે, સાથે બાળકના મૃતદેહને પીએમ માટે મોકલી દેવામાં આવ્યો છે. ડોક્ટરોના જણા્વ્યા અનુસાર, જ્યારે પણ કોઈ વ્યક્તિ ગળેફાંસો લગાવે ત્યારે તેનો શ્વાસ રૂંધાઈ જવાથી મોત થતું હોય છે. ગળા પર પણ નીશાન જોવા મળતા હોય છે. પોલીસે હાલમાં આપઘાતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
  Published by:kiran mehta
  First published:

  આગામી સમાચાર