ધોરણ 12 સાઇન્સની પરીક્ષાનું માત્ર 33 દિવસમાં જ પરિણામ તૈયાર કરાયું છે.
ધોરણ 12 સાઇન્સની ગત માર્ચ મહિનામાં પરીક્ષા લેવાય હતી. જેનું આજરોજ ગુરુવારે પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સાઇન્સની પરીક્ષાનું માત્ર 33 દિવસમાં જ પરિણામ તૈયાર કરાયું છે.
વડોદરા: ધોરણ 12 સાઇન્સની (12th Science exam) ગત માર્ચ મહિનામાં પરીક્ષા લેવાય હતી. જેનું આજરોજ ગુરુવારે પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સાઇન્સની પરીક્ષાનું (12th Science Result) માત્ર 33 દિવસમાં જ પરિણામ તૈયાર કરાયું છે. જેમાં આજરોજ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ (Boad Website) www.gseb.org પરથી પોતાનું પરિણામ બેઠક નંબરના આધારે જોઈ શકશે.
આ વર્ષે વડોદરાનું રિઝલ્ટ 69.03% આવ્યું છે. જેમાં વડોદરા શહેરમાં માત્ર 6 વિદ્યાર્થીઓએ જ A - 1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ વર્ષે વડોદરા શહેર - જિલ્લામાં ધોરણ 12 સાયન્સના 6535 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જ્યારે વર્ષ 2021 માં ધોરણ 12 સાયન્સમાં 1,07,264 વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100% પરિણામ જાહેર થયું હતું.
કોરોના મહામારીના પગલે છેલ્લા બે વર્ષથી સત્ર મોડું શરૂ થઇ રહ્યું છે અને શૈક્ષણિક કેલેન્ડર ખોરવાઇ ગયેલું છે. તેથી આ સંજોગોમાં 2022-23માં ધોરણ 12 પછી યુનિવર્સિટી - કોલેજનું સત્ર સમયસર શરૂ થઇ શકે તે માટે પરિણામો વહેલા જાહેર કરવામાં આવ્યા છે. તથા ગુજકેટની ફાઈનલ આન્સર - કી બોર્ડની વેબસાઇટ પર મુકાઈ ગઈ છે. જેમાં 28 એપ્રિલ, 2022ના રોજ પ્રોવિઝનલ આન્સર કઈ જાહેર કરવામાં આવી હતી અને રજૂઆતો પછી સુધારા કર્યા બાદ આજે ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.