Home /News /madhya-gujarat /Vadodara: ટેનિસનો ઉભરતો સિતારો; 11 વર્ષની સંતુષ્ટિએ જીત્યા છે 27 મેડલો

Vadodara: ટેનિસનો ઉભરતો સિતારો; 11 વર્ષની સંતુષ્ટિએ જીત્યા છે 27 મેડલો

2022

2022 ના વર્ષમાં અંડર 12ના aita ratings માં ટોચના 20 ખેલાડીઓમાં મેળવ્યું સ્થાન.

વડોદરાની 11 વર્ષની સંતુષ્ટિ અગ્રવાલે દેશના ઉભરાતા ટેનિસ ખેલાડીઓમાં સ્થાન પાક્કું કર્યું છે. પ્રારંભિક 5 વર્ષની કારકિર્દીમાં 27 જેટલી ટ્રોફીઓ જીતી છે. હાલમાજ યોજાયેલી હરિયાણા ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ પ્રપ્ત કર્યું છે.

  Nidhi Dave, Vadodara: ગુજરાત આ વર્ષે 36માં રાષ્ટ્રીય રમતોત્સવનું યજમાન બન્યું છે અને તેની બે રમતોની રાષ્ટ્રીય સ્પર્ધા વડોદરામાં રમાવાની છે ત્યારે આનંદની વાત એ છે કે માત્ર 11 વર્ષની ઉંમરની સંતુષ્ટિ અગ્રવાલે દેશના ઉભરાતા ટેનિસ ખેલાડીઓમાં સ્થાન પાક્કું કર્યું છે. ટેનિસ પાવર ગેમ ગણાય છે ત્યારે આ ખેલાડીએ તેની કારકિર્દીના પ્રારંભિક 5 વર્ષની કારકિર્દીમાં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનીને 27 જેટલી ટ્રોફીઓ જીતી છે.

  2022 ના વર્તમાન વર્ષમાં જ સંતુષ્ટિ એ aita ratings માં અંડર 12 શ્રેણીમાં ટોચના 20 ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું છે અને તાજેતરમાં યોજાયેલી હરિયાણા ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં કારકિર્દીનો પહેલો સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. દેશના વિવિધ રાજ્યોના 20 જેટલા કસાયેલા ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. પ્રતિષ્ઠિત આંતર રાષ્ટ્રીય ટેનિસ સ્પર્ધાઓમાં ભારત માટે રમવાની લાયકાત કેળવવી એ તેનું લક્ષ્ય છે.

  ટેનિસ આમ તો પ્રમાણમાં સૌને રમવું ન પરવડે એવી મોંઘી રમત ગણાય છે. પરંતુ તેના પિતા મુકેશ અગ્રવાલ આ રમતમાં દીકરીને દિલોજાનથી ટેકો અને પ્રોત્સાહન આપી રહ્યાં છે. સંતુષ્ટિ માંજલપુરની અંબે વિધાલયમાં સાતમા ધોરણમાં ભણી રહી છે અને બચપણથી ટેનિસની ઘેલી છે. તે શહેર, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લઈ રહી છે. તે અંડર 8/10,બરોડા ઓપન અને અંડર 12 aita વિજેતા છે.  સંતુષ્ટિ એ જણાવ્યું કે, હું 8 વર્ષની થઈ ત્યારથી ટેનિસ રમું છું. વડોદરા મહાનગર પાલિકાના માંજલપુર ટેનિસ કોર્ટથી રમવાની શરૂઆત કરી અને રમત કૌશલ્યો ખીલવવા ખાનગી સંસ્થાઓમાં પ્રશિક્ષણ લીધું છે. મારા ભાઈ ઉત્સવ ટેનિસ ખેલાડી છે અને મને સતત માર્ગદર્શન આપે છે. તેના પિતા પણ મધ્ય પ્રદેશના તેમના ગામમાં જિલ્લા સ્તરના ટેનિસ ખેલાડી અને ચેસ ચેમ્પિયન રહ્યાં છે.  આ પણ વાંચો: નવરાત્રિમાં ગરબા ખૈલૈયાઓ અવનવા ગરબા સ્ટેપ્સ કરી રમઝટ બોલાવશે; જુઓ વીડિયો

  સંતુષ્ટિ મહારત મેળવવા તેનાથી મોટી વયના છોકરાઓ સાથે પણ ટેનિસની પ્રેક્ટિસ કરે છે. રાફેલ નડાલ અને સાનિયા મિર્ઝા તેના પ્રેરણા સ્ત્રોત છે. તેની શાળા અને કોચિસ પણ તેને પ્રોત્સાહિત કરે છે. તે કહે છે કે આ રમત ખૂબ ઊર્જા, ચપળતા અને સ્ફૂર્તિ માંગી લે છે. તેની મહેચ્છા આ રમતમાં દેશને નામના અપાવવાની છે.  પિતા મુકેશ અગ્રવાલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, મને ખુબ જ ગૌરવ થાય છે કે મારી બેટી એ આટલી નાની વયે આટલી સિદ્ધિ હાંસલ કરી છે. એણે અમારી સાથે વડોદરાનું નામ પણ રોશન કર્યું છે. હવે આગામી ઓક્ટોબરમાં ફેનીસ્ટા ઇવેન્ટ દિલ્હી ખાતે યોજવા જઈ રહ્યું છે, જે એક નેશનલ ઇવેન્ટ છે. એ રમવાનું અમારું પ્લાનિંગ છે, જેમાં દેશભરમાંથી ખેલાડીઓ આવશે. તો એની પ્રેક્ટિસ હાલમાં ચાલી રહી છે. એમાં અમે અંડર 14 માં સંતુષ્ટિને રમાડીશું, જેથી એની વધારી પ્રેક્ટિસ થાય અને ઘડાય. જીતવું જરૂરી નથી પણ જેટલું વધારે શીખવા મળશે એટલું એની માટે જ આગળ જતાં કામ લાગશે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Gold Medal, India Sports, Vadodara

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन