Home /News /madhya-gujarat /

વડોદરા: 1000 વર્ષ જૂની 'બાઘ પ્રિન્ટ'ને શહેરની યુવતીએ પુનર્જીવિત કરી, જાણો શું છે બાઘ પ્રિન્ટની ખાસિયત

વડોદરા: 1000 વર્ષ જૂની 'બાઘ પ્રિન્ટ'ને શહેરની યુવતીએ પુનર્જીવિત કરી, જાણો શું છે બાઘ પ્રિન્ટની ખાસિયત

બાઘ

બાઘ પ્રિન્ટનું નામ બાઘ નદીના કિનારે વસેલાં બાઘ ગામ પરથી પડ્યું છે.

મધ્યપ્રદેશની 1000 વર્ષ જૂની 'બાધ પ્રિન્ટ' જે ખુબ જ પ્રચલિત છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનું આર્ટ લુપ્ત થઈ ગયું હતું. તો આ ખોવાઈ ગયેલા

  વડોદરા: મધ્યપ્રદેશની 1000 વર્ષ જૂની 'બાધ પ્રિન્ટ' જે ખુબ જ પ્રચલિત છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનું આર્ટ લુપ્ત થઈ ગયું હતું. તો આ ખોવાઈ ગયેલા આર્ટને વડોદરા શહેરની યુવતી દ્વારા ઇન્ડો-વેસ્ટર્ન લૂક આપી પુનર્જીવિત કરવામાં આવેલ છે. શહેરની વૈષ્ણવી જોશી, તેણીએ એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલિ એન્ડ કમ્યુનિટિ સાયન્સિસના ક્લોધિંગ એન્ડ ટેક્સટાઈલ વિભાગમાં અભ્યાસ કરેલ છે. અને હાલમાં તેણી એક સારી ફેશન ડિઝાઈનર છે. વડોદરામાં બાઘ પ્રિન્ટના વસ્ત્રો અકોટા ખાતે આવેલ હવેલીની સામે નવ્યા સ્ટુડિયોમાં ઉપલબ્ધ છે.

  બાઘ પ્રિન્ટનું નામ કઈ રીતે પડ્યું ???

  વૈષ્ણવી જોશી એ જણાવ્યું કે, તેણી એ આ રિસર્ચ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના બાઘમાં જોવા મળતી હસ્તશિલ્પ પર કર્યું છે. આની વિશેષતા એ છે કે, તેમાં કુદરતી રંગોનો ઉપયોગ થાય છે. જેમાં ભૌમિતિક અને ફુલોની ડિઝાઈન હોય છે. આ પ્રિન્ટનું નામ બાઘ નદીના કિનારે વસેલાં બાઘ ગામ પરથી પડ્યું છે. જે માટે તેણી એ મધ્યપ્રદેશના બાઘ ગામની મુલાકાત લીધી હતી. તેમજ ત્યાંના કારીગરોને મળીને તેમની પાસેથી ઝીણવટ પૂર્વક બાઘ પ્રિન્ટ વિશે માહિતિ મેળવી તેનું ડોક્યુમેન્ટેશન કર્યું હતું. કારીગરો સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું હતું કે, બાઘ પ્રિન્ટ ખરીદનારાઓ સામાન્ય રીતે મોટી ઉમંરના હોય છે. યુવાનો આ પ્રિન્ટના વસ્ત્રો ખરીદવામાં રસ દાખવતાં નથી. તેથી તેણી એ બાઘ પ્રિન્ટને ઈન્ડોવેસ્ટર્ન ટચ આપ્યો. જેમાં રીપીટ પેટર્નનો ઉપયોગ કરી નવી સ્ટાઈલ ડેવલોપ કરેલ છે. જેનાં કારણે તેની માંગમાં વધારો થયો છે. ખાસ કરીને એન.આર.આઈ પણ તેની માંગ કરી રહ્યાં છે. વૈષ્ણવી આ કલા થકી કારીગરોને પ્રોત્સાહન આપવા બાઘ પ્રિન્ટના વસ્ત્રોનું એક્ઝિબિશન પણ યોજ્યું હતું.

  આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકા : ભાટિયામાં પોસ્ટ ઓફિસના કર્મચારીએ દોઢ કરોડનું ફુલેકુ ફેરવ્યું

  બાઘ પ્રિન્ટ કઈ રીતે બને છે ???

  બાઘ પ્રિન્ટ બનાવવાની એક અલગ જ પ્રક્રિયા છે. બાઘ પ્રિન્ટ સામાન્ય રીતે કુદરતી રીતે તૈયાર કરવામાં આવે છે. બાઘ પ્રિન્ટને હરડાની પ્રક્રિયા, બકરીની લીંડી, દિવેલ સંચળ મીઠું, લોખંડનો કાટ, ફટકડી, આમળાનો પાવડર જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેમાં કલર માટે ખાસ દાડમની છાલ, ગોળ, કાટનો ઉપયોગ કરી કુદરતી કલર આવે તે હેતુસર આ તમામ વસ્તુઓ વાપરવામાં આવે છે. તથા કલરને વધુ પાકો કરવા માટે તથા બધો કચરો કાઢી નાખવા માટે ધાવડાના ફૂલ, આલના મૂળને ઉકાળવામાં આવતું હોય છે. આ તમામ પ્રક્રિયા કપડાની પીડાશને દૂર કરે છે. આ પ્રક્રિયા તાંબાના વાસણમાં કરવામાં આવતી હોય છે અને તેને 25 ડીગ્રી તાપમાન પર ગરમ કરવામાં આવતું હોય છે.

  આ પણ વાંચો: સુરતઃ રાજસ્થાનથી આવેલા ધો.9ના વિદ્યાર્થીને અફિસ સાથે પકડ્યો, કેટલા રૂપિયા મળતા હતા?

  આખી પ્રક્રિયા બાદ તેને નદીના વહેતા પાણીમાં ધોવામાં આવે છે, ત્યારબાદ સૂર્યના કિરણોમાં સુકવવામાં આવતું હોય છે, જેથી કુદરતી રીતે સુકાઈ જાય. અને આ બાઘની પ્રિન્ટ આવનારા 100 વર્ષો સુધી એવી ને એવી રહે તેની ગેરેંટી પણ આપવામાં આવતી હોય છે. આખી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારના મશીનનો ઉપયોગ કે કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. સદંતર રીતે હેન્ડમેડ બનાવવામાં આવે છે. તેથી લોકોએ આ પ્રકારની કળાને આવકારીને તેનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને કારીગરો પણ પ્રોત્સાહિત થાય અને તેમને રોજગારી પણ મળતી રહે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Vadodara City News, વડોદરા

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन