વડોદરા: આમ તો વડોદરા (Vadodara) શહેરનું ઐતિહાસિક ઇમારતોને લઈને અનન્ય અખંડ ભારતની સાક્ષી પુરાવતું શિલ્પ મહત્વ રહેલું છે. શહેરમાં સંખ્યાબંધ એવી ઇમારતો છે, જે વડોદરાના ભવ્ય ઇતિહાસની (History) સાબિતી આપે છે. જયારે હવે એક ઐતિહાસિક પથ્થરમાંથી બનાવેલો ગોળો કે જેના પર અખંડ ભારતનો નકશો બનાવેલો છે.
વડોદરાવાસીઓ જોવા મળશે. લગભગ સો વર્ષ પહેલા બનાવેલો પથ્થરના ગોળા પર અખંડ ભારતનું નકશો બનાવેલો છે. વડોદરા રેલવે સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ નિકીતીન કોન્ટ્રાક્ટરના નિકીતીન બંગલોના પ્રાંગણમાં આ ઐતિહાસિક ગોળો મૂકવામાં આવ્યો છે. ઐતિહાસિક ઇમારતની જાળવણી માટે આ ઘોડાને સહી સલામત રીતે નીચે ઉતારી દેવામાં આવેલ છે. જેથી કરીને ઇમારતને નુકસાન ન પહોંચે.
લગભગ સો વર્ષ પહેલા બનાવેલા બે ટન થી વધારે વજન ધરાવતા પથ્થરના આ ગોળામાં અખંડ ભારતનો નકશો બનાવ્યો છે. જેમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, તિબેટ, ભૂતાન, મ્યાનમાર, ફિલિપિન્સ, થાઈલેન્ડ, દક્ષિણ વિયેતનામ, કમ્બોડીયા અને ઈન્ડોનેશિયા દેશ જે અખંડ ભારતમાં હતા તે દર્શાવવામાં આવ્યા છે. તેમના મકાનની છત પર ગોળો હતો, જેને કોઈ પણ પ્રકારની કાળજી ન લેવાતા ક્રેન વડે ઉતારીને ઘરના પ્રાંગણમાં મૂકવામાં આવ્યો હતો. એના પર બનાવવામાં આવેલો અખંડ ભારતનો નકશો આજે પણ અખંડ જ છે.
અખંડ ભારતની સાક્ષી પુરાવતુ આ શિલ્પ ખરેખર એક વાર તો દરેકને જોવા લાયક છે. આજની પેઢીને અખંડ ભારત શું હતું તેનો ઇતિહાસ સંપૂર્ણ શિપકારમાં આ જોવા લાયક છે. વડોદરાવાસી તથા બહારથી આવતા પ્રવાસીઓને ખાસ કહેવામાં આવ્યું છે કે, જો અખંડ ભારતનો નકશો જોવો હોય તો અહીં ખાસ મુલાકાત લેવી. જેથી કરીને જાણી શકાશે કે અખંડ ભારતના નકશામાં કેટલા દેશોનો સમાવેશ છે અને ક્યાં સુધી તેની સરહદ ફેલાયેલી હતી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર