Home /News /madhya-gujarat /Vadodara: નવરાત્રિમાં આ સોસયાટી 100 દિકરીઓને લેશે દત્તક,10 હજાર લોકોને અંગ દાન કરવા શપથ લેવડાવશે

Vadodara: નવરાત્રિમાં આ સોસયાટી 100 દિકરીઓને લેશે દત્તક,10 હજાર લોકોને અંગ દાન કરવા શપથ લેવડાવશે

નવરાત્રિ

નવરાત્રિ દરમિયાન 10 હજાર લોકો અંગદાનના શપથ લેશે...

આ વર્ષે અમે સનફાર્મા રોડની 110 સોસાયટીઓએ ભેગા મળીને ગરબાનું આયોજન કર્યું છે. જેમાં ગાયક તરીકે સા રે ગા મા પા ના સ્પર્ધક એવા મહર્ષિ પંડ્યા તેમના મધુર કંઠે ખેલૈયાઓને ગરબે ઘૂમાવશે.25 સપ્ટેમ્બરના રોજ વિના મૂલ્યે રાત્રી બીફોર નવરાત્રિનું આયોજન કરાશે.

વધુ જુઓ ...
    Vadodara: શેરી ગરબાને આધુનિક સ્વરૂપ આપતા શહેરના સનફાર્મા રોડ ખાતે સારા ફાઉન્ડેશન દ્વારા સેવા, સંસ્કૃતિ અને સમર્પણની ભાવના સાથે સતત છ વર્ષથી નવરાત્રિ દરમિયાન ગરબાનું આયોજન કરવામાં આવે છે.અંગદાન એજ મહાદાન અને આપણી વ્હાલી દીકરી અભિયાન અંતર્ગત આયોજિત ગરબા વિશે માહિતી આપતા સારા ફાઉન્ડેશનના પ્રમુખ અનિલસિંહ ચૌહાણ અને ઉપપ્રમુખ મિતેષભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગરબાએ વડોદરાને વિશ્વભરમાં પ્રસિદ્ધિ અપાવી છે. ત્યારે આ વર્ષે અમે સનફાર્મા રોડની 110 સોસાયટીઓએ ભેગા મળીને ગરબાનું આયોજન કર્યું છે. જેમાં ગાયક તરીકે સા રે ગા મા પા ના સ્પર્ધક એવા મહર્ષિ પંડ્યા તેમના મધુર કંઠે ખેલૈયાઓને ગરબે ઘૂમાવશે.

    અંગદાન એજ મહાદાન અભિયાન હેઠળ નવરાત્રિમાં ૧૦ હજાર લોકો અંગદાનના શપથ લેશે.આ સાથે સારા ફાઉન્ડેશન અંતર્ગત આવતી 110 સોસાયટી વ્હાલી દીકરી અભિયાન અંતર્ગત 100 દીકરીઓને દત્તક લઈને તેઓની ભણવાથી લઈને દરેક જવાબદારીઓ ઉપાડશે.

    25 સપ્ટેમ્બરના રોજ વિના મૂલ્યે રાત્રી બીફોર નવરાત્રિનું આયોજન કરાશે

    સારા ફાઉન્ડેશન આયોજિત ગરબાના ગાયક એવા મહર્ષિ પંડ્યાએ જણાવ્યું હતું કે, આ વર્ષે અમે યુનિક પ્રકારના ડાકલા ગાઈને ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરીશું. આ સાથે કલાપ્રેમી વડોદરાની જનતા માટે 25 સપ્ટેમ્બરના રોજ વિના મૂલ્યે રાત્રી બીફોર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક નાગરિકોને ભાવભર્યું આમંત્રણ છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Navratri 2022, Navratri celebration, Vadodara

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन