Home /News /madhya-gujarat /

વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે 100 કરોડ રસીકરણની ઉજવણી; રજિસ્ટ્રાર પાસે 32 કરોડના ખર્ચનો હિસાબ મંગાયો

વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે 100 કરોડ રસીકરણની ઉજવણી; રજિસ્ટ્રાર પાસે 32 કરોડના ખર્ચનો હિસાબ મંગાયો

કોરોના

કોરોના વાયરસ વેક્સીન અભિયાન

વડોદરા જિલ્લામાં 17.34 લાખથી વધુ લોકોએ પહેલા અથવા બંને ડોઝની રસી લઇ લીધી છે. આ પૈકી 6 લાખથી વધુ લોકોએ બંને ડોઝ પૂરાં કર્યા છે. 

    વડોદરા: વડોદરા જિલ્લામાં (vadodara news) આ આરોગ્ય કેન્દ્ર હેઠળના (health center) ગામમાં પહેલા ડોઝનુ 100 ટકા રસીકરણ સહુથી પહેલું સંપન્ન થયું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના ગામમાં, સેવા સંસ્થાની મદદથી જિલ્લામાં સહુથી પહેલા કોરોના રસીના પહેલા ડોઝનુ 100 ટકા રસીકરણ સંપન્ન થયું હતું.

    જિલ્લામાં 17.34 લાખથી વધુ લોકોએ પહેલા અથવા બંને ડોઝની રસી લઇ લીધી છે. આ પૈકી 6 લાખથી વધુ લોકોએ બંને ડોઝ પૂરાં કર્યા છે. અને 10.71 લાખથી વધુ લોકોએ પહેલો ડોઝ લઈ લીધો છે. હવે પહેલો ડોઝ લેવાનો બાકી હોય તેવા જૂજ લોકો આવી રહ્યાં છે. મોટેભાગે હવે લોકો બીજો ડોઝ લેવા આવે છે. જિલ્લામાં છેલ્લા ઘણાં દિવસથી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા નથી.

    2. ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના રજીસ્ટ્રાર પાસે 32 કરોડના ખર્ચનો હિસાબ માંગવામાં આવ્યો...

    ટેકનોલોજી ટીચર્સ ફોરમ દ્વારા જાણવા મળ્યું કે, શહેરની ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ટેકનોલોજી એન્ડ એન્જીનિયરિંગ ફેકલ્ટીમાં NIRF માં રેન્ક મેળાવવવા છેલ્લા ત્રણ વર્ષમાં કરેલ 32 કરોડના ખર્ચનો હિસાબ રજિસ્ટ્રાર જોડે માંગવામાં આવેલ છે.

    તથા તે સમયના ડિન અને સિન્ડિકેટ મેમ્બર ડો. અરુણ પ્રતાપના રિટાયરમેન્ટ લાભો અટકાવવાની માંગ કરવામાં આવી છે. જ્યાં સુધી 32 કરોડના ખર્ચ જસ્ટિફાઇડ થાય ત્યાં સુધી. આ માટે ટેકનોલોજી ફેકલ્ટીના સેનેટ મેમ્બર ડો. નિકુલ પટેલ દ્વારા અને ટેકનોલોજી ટીચર્સ ફોરમના પ્રમુખ ડો કે.વી.આર.મુરથી દ્વારા લેખિતમાં રજિસ્ટ્રારને પત્ર આપીને જાણ કરવામાં આવી.
    First published:

    Tags: Coronavirus, Covid vaccination, Vadodara news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन