પાક વેચવા આવેલા ખેડૂતને 2 મહિલાઓએ હનિટ્રેપમાં ફસાવ્યો, પડાવ્યા 4 લાખ

News18 Gujarati
Updated: May 2, 2019, 7:24 PM IST
પાક વેચવા આવેલા ખેડૂતને 2 મહિલાઓએ હનિટ્રેપમાં ફસાવ્યો, પડાવ્યા 4 લાખ

  • Share this:
કેતન પટેલ, મહેસાણાઃ મહેસાણા બાદ હવે વિસનગરમાં હનિટ્રેપનો શિકાર બનતા પાટણના ખેડૂતે ફરિયાદ નોંધાવી છે. ખેડૂતે ફરિયાદમાં નોંધાવ્યું કે પાક વેચવા ગયો ત્યારે બે સ્ત્રીઓ અને કેટલાક શખ્સોએ તેના મહિલાઓ સાથેના ફોટો પાડી બ્લેકમેલ કર્યો હતો. હનિટ્રેપની ફરિયાદ મળ્યાને ગણતરીની કલાકોમાં જ પોલીસે 7 આરોપીમાંથી એકની અટકાયત કરી છે. થોડાક જ કલાકો માં વિસનગર પોલીસ એ 7 આરોપીઓ માંથી 1 આરોપી ની કરી અટકાયત્ત

પ્રાપ્ત વિગત પ્રમાણે વિસનગરમાં અજાણી સ્ત્રી સાથેની ટેલિફોનિક મિત્રતામાં પાટણના ખેડૂતને હનિટ્રેપનો શિકાર બન્યો અને ચાર લાખ રૂપિયા ગુમાવ્યા. વિસનગરમાં ભાડાના મકાનમાં રહેતી રેશ્મા નામની યુવતીએ પોતાના સાથી મિત્રો સાથે મળી ઊંઝા ગંજ બજારમાં ખેતીનો પાક વેચવા આવેલા ખેડૂતને ફસાવ્યો હતો. 45 વર્ષીય ખેડૂતને ફોન કરી વિસનગરમાં રાખેલા ભાડાના મકાનમાં બોલાવી આરોપી સ્ત્રી મિત્ર સાથે મોબાઈલમાં ફોટો અને વીડિયો બનાવી અન્ય પુરુષોની મદદ લઇ ખેડૂતને ધમકીઓ આપી બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું. બદનામીના ડરને કારણે ખેડૂતે આરોપીઓને 4 લાખ રૂપિયા પણ આપી દીધા.

અહીં ક્લિક કરી વાંચોઃ Goldથી ભરેલી છે આ દેશની તિજોરી, જાણો- ભારત પાસે કેટલુ સોનું છે?

જોકે આરોપીઓને વધુ લાલચ જાગી અને ખેડૂત પાસે વધુ 6 લાખની માંગણી કરી હતી. બાદમાં ખેડૂતે કંટાળી ફોન પર મિત્રતા કેળવાનાર રેશ્મા અને તેનો પુરુષ મિત્ર વસીમ, સાથી સ્ત્રી મિત્ર મહેસાણાની દિવ્યા સહિત 7 શકશો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ આધારે પોલીસે રેશ્માના પુરુષ મિત્ર વસીમની વિસનગરથી જ ઘટનાના ગણતરીના કલાકોમાં અટકાયત કરી. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીના કોર્ટમાં રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે સાથે જ ઘટનામાં ફરાર બે યુવતીઓ સહિત 6 આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે, જો કે બદનામીના ડરે ફરિયાદી ખેડૂત મીડિયા સામે કઈ પણ બોલ્યો ન હતો.
First published: May 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...