વડોદરાઃ મેડિકલ વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો, કારણ અકબંધ

News18 Gujarati
Updated: April 30, 2019, 11:16 PM IST
વડોદરાઃ મેડિકલ વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો, કારણ અકબંધ
મૃતક યુવતીની ફાઇલ તસવીર

  • Share this:
ફરીદ ખાન, વડોદરાઃ શહેરમાં રાવપુરમાં આવેલી યુ જી ગર્લ્સ હોસ્ટેલમાં એક મેડિકલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ઘટના બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે વડોદરા શહેરમાં રાવપુરામાં સ્થિત યુ જી ગર્લ્સ હોસ્ટેલમાં રચના દેસાઇ નામની એક વિદ્યાર્થિનીએ પોતાના રૂમમાં આપઘાત કરી લીધો, વિદ્યાર્થિની મેડિકલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે આપઘાત કરનાર વિદ્યાર્થિની મૂળ મહેસાણાની વતની છે.

અહીં ક્લિક કરી વાંચોઃ રાજકોટઃ માતા ગરબા શીખી રહી હતી અને બાળકને શ્વાનોએ ફાડી ખાધું

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સૌપ્રથમ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો, ત્યારબાદ આસપાસના લોકો તથા અન્ય વિદ્યાર્થિનીઓની પુછપરછ કરી હતી. જેમાં પોલીસને અનુમાન છે કે રચનાએ ત્રીજા વર્ષનું પરિણામ નબળું આવ્યું હોવાને કારણે આપઘાત કર્યો છે. જો કે વધુ તપાસ બાદ સાચી વિગત સામે આવશે.
First published: April 30, 2019
વધુ વાંચો
अगली ख़बर