વડોદરાઃદેરાસરમાં આધેડ મહિલા,ભગવાનની અમૂલ્ય મૂર્તિની કરી ચોરી

A
Updated: January 1, 1970, 5:30 AM IST
વડોદરાઃદેરાસરમાં આધેડ મહિલા,ભગવાનની અમૂલ્ય મૂર્તિની કરી ચોરી
વડોદરાઃવડોદરાના સમા વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં થયેલી ચોરીના મામલે પોલીસે એક આધેડ મહિલાની ધરપકડ કરી છે.પોલીસે મહિલા ચોર પાસેથી જૈન દેરાસરમાંથી ચોરાયેલ ભગવાનની અમૂલ્ય મૂર્તિઓ અને વિવિધ ધાતુઓના વાસણો કબજે કર્યા છે.પોલીસે મહિલા ચોર રંભાબેનને કોર્ટમાં રજુ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.તેમજ તેને કંઈ જગ્યાએ ચોરી કરી હતી તે અંગેની તપાસ શરૂ કરી છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
વડોદરાઃવડોદરાના સમા વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં થયેલી ચોરીના મામલે પોલીસે એક આધેડ મહિલાની ધરપકડ કરી છે.પોલીસે મહિલા ચોર પાસેથી જૈન દેરાસરમાંથી ચોરાયેલ ભગવાનની અમૂલ્ય મૂર્તિઓ અને વિવિધ ધાતુઓના વાસણો કબજે કર્યા છે.પોલીસે મહિલા ચોર રંભાબેનને કોર્ટમાં રજુ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.તેમજ તેને કંઈ જગ્યાએ ચોરી કરી હતી તે અંગેની તપાસ શરૂ કરી છે. વડોદરાના સમા વિસ્તારમાં આવેલા પાશ્વનાથ જૈન દેરાસરમાં છેલ્લા કેટલા સમયથી ચોરીની ઘટનાઓ વધી હતી.જેના કારણે દેરાસરના ટ્રસ્ટી વિક્રમ જૈને જૈન દેરાસરમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી.જેમાં એક આધેડ મહિલા જૈન દેરાસરમાં મુકેલા પંચધાતુ તથા જર્મન ધાતુના વાસણો અને ભગવાનની અમૂલ્ય અને પ્રાચીન મર્તિઓ ચોરી કરતી કેદ થઈ હતી. જેના પગલે દેરાસરના ટ્રસ્ટી વિક્રમ જૈને સમા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.જેના પગલે સમા પોલીસે દેરાસરમાં વોચ ગોઠવી હતી.ત્યારે 13 માર્ચના રોજ ફરી વખત મહિલા ચોરી કરવા આવતા સમા પોલીસે ન્યુ સમા રોડ પર રહેતી 55 વર્ષીય રંભાબેન ભીમજીભાઈ પ્રજાપતિને રંગેહાથ ચોરી કરતા ઝડપી પાડી હતી.
First published: March 16, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर