Home /News /madhya-gujarat /Ahmedabad: અમદાવાદમાં દીકરીનો જન્મ થતા સાસરીયાઓએ પરિણીતાને ઘરની બહાર કાઢી મૂકી
Ahmedabad: અમદાવાદમાં દીકરીનો જન્મ થતા સાસરીયાઓએ પરિણીતાને ઘરની બહાર કાઢી મૂકી
પરિણીતાએ લગ્નના એક વર્ષ બાદ દીકરીને જન્મ આપતા તેના સાસરિયાઓએ તેને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.
Physical and mental abuse of a woman: પરિણીતાના પતિને નવો ફ્લેટ લેવો હોવાથી પિયરમાંથી પૈસા લઈ આવવા માટે દબાણ કરતો હતો. જો કે પરિણીતા તેના પિતા આટલા બધા રૂપિયા ક્યાંથી લાવશે તેમ કહે તો તેની સાથે ઝઘડો કરીને મારઝૂડ કરતો હતો.
અમદાવાદ: શહેરમાં ઘરેલું હિંસા (Domestic violence)માં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે હવે શહેરમાં એક પરિણીતાએ દીકરીને જન્મ (birth of a daughter) આપતા સાસરિયાઓએ નાની-નાની બાબતોમાં શારીરિક અને માનસિક ત્રાસ (physical and mental abuse of a woman) આપવાનું શરૂ કર્યું હતું. પરિણીતાના સાસુ વારંવાર તેને કહેતા હતા કે અમારે તો દીકરો જોઈતો હતો પરંતુ તે તો દીકરીને જન્મ આપીને મારો વંશ અટકાવી દીધો છે. આ ઉપરાંત દહેજ (Dowry Case)તેમજ અન્ય નાની-નાની બાબતોમાં પરિણીતાને ત્રાસ આપતા મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ લગ્નના એક વર્ષ બાદ દીકરીને જન્મ આપતા તેના સાસરિયાઓએ તેને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. પરિણીતાના સાસુ તેના પતિ નોકરીએથી આવે ત્યારે ખોટી વાતોને લઈને ચડામણી કરતા હતા. જેને લઈને તેનો પતિ તેની સાથે ઝઘડો કરી મારઝૂડ કરતો હતો. જ્યારે પરિણીતા સસરા તેને કહેતા હતા કે, તું કરિયાવર ઓછું લાવી છે, મારા દીકરાના લગ્ન બીજી કોઈ છોકરી સાથે કર્યા હોત તો તારા કરતા વધારે દહેજ લાવી હોત. તારા ભિખારી બાપે દહેજમાં તને કંઈ આપ્યું નથી.
પરિણીતાના પતિને નવો ફ્લેટ લેવો હોવાથી પિયરમાંથી પૈસા લઈ આવવા માટે દબાણ કરતો હતો. જો કે પરિણીતા તેના પિતા આટલા બધા રૂપિયા ક્યાંથી લાવશે તેમ કહે તો તેની સાથે ઝઘડો કરીને મારઝૂડ કરતો હતો. અને નવા મકાન માટેના રૂપિયા લઈને જ પરત આવજે તેમ કહીને તેના પિયર મૂકી ગયો હતો. આમ સંતાનમાં દીકરાની ઘેલછા અને દહેજની માંગણીના કારણે સાસરિયાઓ દ્વારા આપવામાં આવતા ત્રાસથી કંટાળીને અંતે પરિણીતાએ પતિ તેમજ સાસરિયા વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનિય છે કે, અમદાવાદા શહેરના ફતેવાડી વિસ્તારમાં રહેતી એક યુવતીએ પણ તેના પતિ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીનો આક્ષેપ છે કે, લગ્ન બાદ થોડા વર્ષ સુધી તેના સાસરિયાઓએ તેને સારી રીતે રાખી હતી. પરંતુ બાદમાં તેના પતિને અન્ય યુવતી સાથે સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં યુવતીનો પતિ બાળકોને ભણાવવા માટેનો ખર્ચ આપતો નહીં અને અન્ય સ્ત્રીઓ સાથે ફોનમાં વાત કર્યા કરતો હતો. સાસરિયાઓ અવાર નવાર ત્રાસ આપી યુવતીને તેનોનપતિ માર પણ માર્યો હતો. જે બાબતે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Rakesh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર