રાજપીપળા: બેફામ ટ્રકે, 4 યુવાનોનો લીધો જીવ

કારનો કચ્ચરઘાણ વળી ગયો અને ચાર યુવાનોની જિંદગી પણ છીનવાઈ ગઈ...

kiran mehta | News18 Gujarati
Updated: February 3, 2018, 8:58 PM IST
રાજપીપળા: બેફામ ટ્રકે, 4 યુવાનોનો લીધો જીવ
કારનો કચ્ચરઘાણ વળી ગયો અને ચાર યુવાનોની જિંદગી પણ છીનવાઈ ગઈ...
kiran mehta | News18 Gujarati
Updated: February 3, 2018, 8:58 PM IST
રાજપીપળા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ચાર યુવાનોની જિંદગી છીનવાઈ ગઈ છે, જ્યારે એકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, રાજપીપલા નજીક ખામર વળાંક પાસે સ્વીફ્ટ ડીઝાયર કાર અને બેફામ દોડતી ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રાજપીપલાનાં 4 આશાસ્પદ યુવાનોનાં મોત નિપજ્યા છે.

આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે પાંચ યુવાન કારમાં બેસી પોતાના અંગત કામ અર્થે સુરત જીલ્લાના વાડી ગામથી પરત ફરી રહ્યા હતા.

વિગતવાર જોઈએ તો, રાજપીપળાના પાંચ યુવાનો પોતાના અંગત કામ અર્થે સુરતના વાડી ગામે ગયા હતા, જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે રાજપીપળાથી 2 કિમી દુર ખામર ગામના વળાંક પર જઈ રહ્યા હતા તે સમયે સામેથી ફૂલ સ્પીડે આવતી ટ્રકે અઢફેટે લીધા, જેથી કારનો કચ્ચરઘાણ વળી ગયો અને ચાર યુવાનોની જિંદગી પણ છીનવાઈ ગઈ, જોકે એક યુવાનનો સદનશિબે જીવ બચી ગયો છે, જેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

આ યુવાનોમાં વિજયસિંહ છત્રસિંહ પરમાર અને સ્નેહલ અરવિંદભાઈ વસાવાનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે પવનકુમાર પ્રતાપભાઈ નાયક અને ધર્મેસકુમાર વસાવાને વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ લઈ જતા સમયે મોત નિપજ્યું હતું. તો મીતેશ રમણભાઈ વસાવાનો બચાવ થયો હતો. જેની ફરિયાદના આધારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી, ફરાર ટ્રક ચાલકને શોધવાની તજવીજ હાથ ધરી છે.
First published: February 3, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...