રાજપીપળાના નિવૃત વનકર્મીએ મહિલાઓ સાથે દોસ્તી કરવી પડી ભારે

રાજપીપળાના નિવૃતવન કર્મચારીએ મહિલાઓ સાથે દોસ્તી કરવામાં 8 લાખ ગુમાવ્યાની ઘટના બની છે.

News18 Gujarati
Updated: June 4, 2019, 7:03 PM IST
રાજપીપળાના નિવૃત વનકર્મીએ મહિલાઓ સાથે દોસ્તી કરવી પડી ભારે
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 4, 2019, 7:03 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ રાજપીપળાના નિવૃતવન કર્મચારીએ મહિલાઓ સાથે દોસ્તી કરવામાં 8 લાખ ગુમાવ્યાની ઘટના બની છે. ડે ટુ નાઇટ લવર મસાજ ક્લબ અને હોટ એન્ડ ફૂલ ફન ક્લબના સભ્ય બનાવવાના નામે ટોળકીએ અલગ અલગ એકાઉન્ટમાં 8 લાખ રૂપિયા જમા કરાવવી છેતરપીંડી કરી હતી. આ અંગે ફરિયાદી કિશરભાઇ ઉમગભાઇ દોષીએ આરોપીઓ ડેટુ નાઇટ મસાજ ક્લબ તથા હોટ એન્ડ ફૂલ ફન કંપનીના માલિક બેંક હોલ્ડર પવનકુમાર, કવિતા, મખ્ખનસિંગ, રાહુલ દવે સામે ફરિયાદ નોંધાઇ છે.

મળતી માહિતી પ્રમાણે રાજપીપળા રામબાગ સોસાયટીમાં રહેતા નિવૃત વનકર્મી કિશોર દોશીએ ડે ટુનાઇટ લવર મસાજ ક્લબ અને હોટ એન્ડ ફૂલ ફન ક્લબની મેમ્બરશીપ મેળવવા કેટલાક મોબાઇલ નંબર ઉપર સંપર્ક કર્યો હતો.

તેમની સાથે અલગ અલગ નંબરો પરથી અલગ અલગ વ્યક્તિઓએ વાતચીત કરી હતી. ટોળકીના સાગરિતોએ એકબીજાના મેળાપીપણાથી નિવૃત વનકર્મીને વિશ્વાસમાં લઇ પવનકુમારના જુદા જુદા બેન્ક ખાતાઓમાં કુલ 8 લાખ રૂપિયા જમા કરાવી લીધા હતા. અંતે પોતે છેતરાયા હોવાનું જણાતા તેમણએ આ મામલે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોઃ-દાહોદઃ લીમખેડાના માંડલીમાં દીપડો 20 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો

નર્મદા જિલ્લાના એલસીબી પીએસઆઇએ જણાવ્યું હતું કે, આ ગુન્હાના તમામ આરોપી અમદાવાદમાં ઝડપાઇ ગયા છે. નર્મદા જિલ્લા પોલીસે આરોપીઓનો કબજો મેળવવાની તજવીજ હાથધરી છે.

 
First published: June 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...