Home /News /madhya-gujarat /Rahul Gandhi in Gujarat: દાહોદમાં રાહુલ ગાંધી : 'આ કોઇ પબ્લિક મિટિંગ નથી, પરંતુ સત્યાગ્રહની શરૂઆત છે'

Rahul Gandhi in Gujarat: દાહોદમાં રાહુલ ગાંધી : 'આ કોઇ પબ્લિક મિટિંગ નથી, પરંતુ સત્યાગ્રહની શરૂઆત છે'

Gujarat Latest News: 'ગુજરાતમાં કોરોનાથી 3 લાખ લોકોના મોત થયા, ગંગા મા મૃતદેહોથી ભરાઈ ગઈ. ભારતમાં કોરોનાને કારણે 50-60 લાખ લોકોના મોત થયા છે. પરંતુ આ લોકો તેના વિશે વાત કરતા નથી.'

Gujarat Latest News: 'ગુજરાતમાં કોરોનાથી 3 લાખ લોકોના મોત થયા, ગંગા મા મૃતદેહોથી ભરાઈ ગઈ. ભારતમાં કોરોનાને કારણે 50-60 લાખ લોકોના મોત થયા છે. પરંતુ આ લોકો તેના વિશે વાત કરતા નથી.'

Gujarat Election 2022 દાહોદ: જેમ જેમ ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં (Gujarat politics 2022) ચૂંટણીલક્ષી ગતિવીધીઓ તેજ બની રહી છે. કેન્દ્રના મોટા નેતાઓના ગુજરાત (Rahul Gandhi in Gujarat) પ્રવાસ વધી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રસના નેતા રાહુલ ગાંધી દાહોદ આવ્યા છે. ગુજરાતમાં આદિવાસી વોટ બેંક વિધાનસભાની ચૂંટણી માટે મહત્વની માનવામાં આવે છે. ત્યારે કોંગ્રેસ આદિવાસીઓના પ્રશ્નોને લઇને આગળ વધી રહી છે. પહેલાં વડાપ્રધાન મોદીએ (PM Modi) 3 લાખ આદિવાસી ભાઈ-બહેનોની હાજરીમાં મહાસભા ગજવી હતી અને આજે રાહુલ ગાંધી દાહોદમાં છે.

'કોંગ્રેસ પાર્ટીને બે હિંદુસ્તાન નથી જોઇતા'

રાહુલ ગાંધીએ આદિવાસી રેલીને સંબોધન કરતા જણાવ્યુ કે, આ કોઇ પબ્લિક મિટિંગ નથી, પરંતુ આંદોલન સત્યાગ્રહની શરૂઆત છે. 2014માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા. જે કામ એમણે ગુજરાતમાં શરૂ કર્યુ તે આજે દેશમાં કરી રહ્યા છે. જેને ગુજરાત મોડલ કહેવામાં આવે છે. આજે બે ભારત બની રહ્યાં છે, એક અમીરોનું જેમાં અમુક મોટા અમીર લોકો છે, જેમની પાસે સત્તા, ધન અને અહંકાર છે. બીજું ભારતની આમ જનતાનું હિંદુસ્તાન છે. પહેલા આ મોડલ ગુજરાતમાં ટેસ્ટ કરવામાં આવ્યું અને પછી તેને ભારતમાં લાગુ કરાયું. કોંગ્રેસ પાર્ટીને બે હિંદુસ્તાન નથી જોઇતા. જેમાં દરેક વ્યક્તિને સન્માન મળવુ જોઇએ.

'મોદીએ લોકસભામાં મનરેગાનો મજાક ઉડાવ્યો.'

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુપીએમાં અમે કોશિશ કરી જળ, જંગલ જમીન આપને મળે. મનરેગાનો કાયદો આપ્યો. કરોડો લોકોને મનરેગાનો ફાયદો થયો. પૂછ્યા વિના જમીન નહીં લેવાય. નરેન્દ્ર મોદીએ લોકસભામાં મનરેગાનો મજાક ઉડાવ્યો. પીએમએ કહ્યું કે, મનરેગા હું રદ નહીં કરું, દેશને ખબર પડે કે કોંગ્રેસે શું કર્યું છે. પરંતુ તે મનરેગા તેમને કોવિડના સમયમાં કામ લાગી.



'ગુજરાતમાં કોરોનાથી 3 લાખ લોકોના મોત'

રાહુલ ગાંધીએ કહ્યું, ગુજરાતમાં કોરોનાથી 3 લાખ લોકોના મોત થયા, ગંગા મા મૃતદેહોથી ભરાઈ ગઈ. ભારતમાં કોરોનાને કારણે 50-60 લાખ લોકોના મોત થયા છે. પરંતુ આ લોકો તેના વિશે વાત કરતા નથી. આ લોકો કહે છે, થાળી વગાડો. લાઈટ ચાલુ કરો. આ ઉપરાંત નોટબંધી-જીએસટી પર રાહુલ ગાંધીએ કહ્યું, પીએમ આવ્યા, નોટબંધી, તમારા ખિસ્સામાંથી પૈસા કાઢ્યા, તમને કહ્યું, કાળા નાણા સામે લડાઈ છે. આખા દેશને બેંકની સામે ઉભો કરી દીધો. આખા દેશે કમાયેલા પૈસા બેંકમાં મૂક્યા, કાળા નાણા સામે કંઈ થયું નહીં.





ચાંદીનો કંદોરો પહેરાવીને થયુ સ્વાગત

રાહુલ ગાંધી દાહોદના કાર્યક્રમમાં આવ્યા ત્યારે સૌએ બે હાથ ઉંચા કરી તેમને આવકાર આપ્યો હતો. તેમજ સમગ્ર સભામંડપ "જય આદિવાસી", જય જોહર અને લડેંગે જીતેંગેના નારાથી ગુંજી ઉઠ્યો હતો. જ્યાં પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ગુજરાત ઇન્ચાર્જ રઘુ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યાં હર્ષદભાઇ નિનામા દ્વારા પરંપરાગત રીતે રાહુલ ગાંધીને ચાંદીનો કંદોરો પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.



આ પ્રશ્નો સાથે  ગુજરાત કોંગ્રેસ મેદાનમાં 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દાહોદ પહોંચ્યા છે. આદિવાસી સત્યાગ્રહ રેલીનું દાહોદ ખાતે નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાન પર આયોજન કરવામાં આવ્યુ. આદિવાસી સત્યાગ્રહ રેલીમાં આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો, આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ, માટે લડતનો નિર્ધાર જાહેર કરાશે. જેમાં આદિવાસી પત્રમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ એક્ટ 2019 રદ્દ કરવા, કોંગ્રેસ સરકાર દ્વારા 1996માં લાવવામાં આવેલો ભૂરિયા કમિટીના PESA કાયદાનો સંપૂર્ણ અમલ કરવા, સરકારી શાળાઓ અને સરકારી હોસ્પિટલોને બંધ કરવા કે ખાનગીકરણ તાત્કાલિક અટકાવવા, તેમજ તેમાં સુવિધાઓ વધારવા અને દરેક વ્યક્તિને મફત શિક્ષણ અને સારવાર પૂરી પાડવા કોંગ્રેસ ગુજરાતની ચૂંટણી પહેલા મેદાને ઉતરશે.
First published:

Tags: આદિવાસી, ગુજરાત, દાહોદ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો