PSI ગઢવી લાંચ લેતા ઝડપાતા ઝાલોદમાં લોકોએ દિવાળી ઊજવી

A
Updated: January 1, 1970, 5:30 AM IST
PSI ગઢવી લાંચ લેતા ઝડપાતા ઝાલોદમાં લોકોએ દિવાળી ઊજવી
દાહોદઃ ઝાલોદ પોલીસ સ્ટેશનના ભષ્ટાચારી પી.એસ.આઈ રૂ.70,000ની લાંચ લેતા ઝડપાઈ જતા નગરમાં જશ્નનો માહોલ સર્જાયો હતો. નગરજનોએ પોલીસ સ્ટેશન આગળ આતીશાજી કરીને આનંદ ઉત્સવ મનાવતા પોલીસબેડામાં સોપો પડી ગયો હતો.

દાહોદઃ ઝાલોદ પોલીસ સ્ટેશનના ભષ્ટાચારી પી.એસ.આઈ રૂ.70,000ની લાંચ લેતા ઝડપાઈ જતા નગરમાં જશ્નનો માહોલ સર્જાયો હતો. નગરજનોએ પોલીસ સ્ટેશન આગળ આતીશાજી કરીને આનંદ ઉત્સવ મનાવતા પોલીસબેડામાં સોપો પડી ગયો હતો.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:
દાહોદઃ ઝાલોદ પોલીસ સ્ટેશનના ભષ્ટાચારી પી.એસ.આઈ રૂ.70,000ની લાંચ લેતા ઝડપાઈ જતા નગરમાં જશ્નનો માહોલ સર્જાયો હતો. નગરજનોએ પોલીસ સ્ટેશન આગળ આતીશાજી કરીને આનંદ ઉત્સવ મનાવતા પોલીસબેડામાં સોપો પડી ગયો હતો. ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ચોરીના ટ્રકના પ્રકરણમાં નામ નહી ખોલવા બાબતે ભરૂચ જિલ્લાના ઈસમ પાસેથી રૂ,1,00,000ની માંગણી કરી હતી. જેની વડોદરા એ.સી.બીમાં ઈરફાન અબ્દુલ વસ્તાએ ફરીયાદ કરી હતી. વધુ રકઝક બાદ પી.એસ.આઈ ગઢવી અને તેના રાઈટર અરવીંદ નાઈ દ્વારા રૂ,70,000 લેવાના નક્કી કર્યા હતા. જેની નક્કિ કરેલી રકમ લાકડાના પીઢામાં સ્વીકારતા પી.એસ.આઈ. અશોક ગઢવી રંગે હાથે ઝડપાઈ ગયા હતા.જેથી લાંચ રૂશ્વત બ્યુરોની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, ઝાલોદના લાંચીયા પી.એસ.આઈ અશોક ગઢવી ઝડપાયાની વાત વાયુ વેગે ગામમાં પ્રસરી જતા લોકોના ટોળા પોલીસ સ્ટેશન આગળ ભેગા થયા હતા. જોત જોતામાં એકઠા થયેલા લોકો બજારમાંથી ફટાકડા લાવીને પોલીસ સ્ટેશન આગળ ફોડ્યા હતા.
First published: October 2, 2015
વધુ વાંચો
अगली ख़बर