Home /News /madhya-gujarat /

Panchmahal: ગોધરાનાં યુવા શિક્ષકે અનોખી રીતે જન્મ દિવસ ઉજવ્યો: રક્તદાન કેમ્પનું કર્યું આયોજન

Panchmahal: ગોધરાનાં યુવા શિક્ષકે અનોખી રીતે જન્મ દિવસ ઉજવ્યો: રક્તદાન કેમ્પનું કર્યું આયોજન

યુવા

યુવા શિક્ષકે અનોખી રીતે ઉજવ્યો જન્મ દિવસ...

ગોધરા નાં યુવાન શિક્ષક (young teacher) દ્વારા પોતાના જન્મદિને રક્તદાન શિબિરનું આયોજન કરી જન્મદિવસની ઊજવણી (birthday celebration) કરવામાં આવી હતી.

    ગોધરા, પંચમહાલ: ગોધરા નાં યુવાન શિક્ષક (young teacher) દ્વારા પોતાના જન્મદિને રક્તદાન શિબિરનું આયોજન કરી જન્મદિવસની ઊજવણી (birthday celebration) કરવામાં આવી હતી. વર્ષમાં એક વખત આવતો પોતાનો જન્મદિવસ લોકો કેટકેટલી રીતે ઉજવે છે, કોઈ કેક કાપી ને તો કોઈ મિત્રો સાથે પાર્ટી કરીને ત્યાં ગોધરા શહેરના એક યુવાન નિતેશ ચેતનદાસ ગંગારામાણીએ પોતાનો જન્મદિવસ કંઈક અલગ રીતે ઉજવવાની નક્કી કર્યું હતું. વ્યવસાયે ખાનગી શિક્ષક, 31 વર્ષીય નિતેશભાઈએ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની મદદથી અમી આરકેડ, બસ સ્ટેન્ડ સામે, ગોધરા ખાતે બીજી વખત રક્તદાન (blood donation) શિબિરનું આયોજન નિતેશ દ્વારા પોતાના જન્મદિવસે કરવામાં આવ્યું હતું, જેના ફળસ્વરૂપે 52 યુનિટનું રક્તદાન એકત્રિત કરાયું હતું. માનવતાના આ મહાયજ્ઞમાં ભાગ લેનારા રક્તદાતાઓને આયોજક દ્વારા સર્ટીફીકેટ સહિત પર્યાવરણ બચાઓ(save environment) થીમ માટે વૃક્ષ તથા ફૂલ નાં નાના છોડ ભેટ સ્વરૂપે વિતરણ કરીને, એક તરફ રક્તદાન થી માનવતાનો, તો બીજી તરફ પર્યાવરણ બચાઓ વૃક્ષો વાવો તરફ પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો: Surat : 28મીવાર પકડાયેલા શાતિર ચોરનો CCTV Video, હીરાના કારખાનામાં કરી હતી ચોરી

    આવી સુંદર પહેલને બિરદાવવા ઇન્ડિયન રેડ ક્રોસ ગોધરા ના મેનેજિંગ કમિટીના સભ્ય કૈલાશ કારિયા પણ સ્થળ પર પહોંચ્યા અને જણાવ્યું હતું કે સમાજના લોકો પોતાના જન્મદિવસ તથા અન્ય શુભ પ્રસંગે રક્તદાન શિબિરનું વધુમાં વધુ આયોજન કરે, જે માટે રેડ ક્રોસ દ્વારા પ્રોત્સાહન સ્વરૂપે નાનકડાં સુંદર ડેકોરેશન તથા કેકની વ્યવસ્થા કરી, તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ગોધરા નાં યુવાન શિક્ષક જે પોતાના વિદ્યાર્થીઓને કોમર્સ તો ભણાવે જ છે પણ તેની સાથે સાથે આવા અનોખા સમાજ ઉપયોગી કાર્યો કરીને તેમને જીવન રૂપી શિક્ષા પણ આપે છે તેથી નિતેશ વિદ્યાર્થીઓ નાં આદર્શ પણ છે. તેમજ જન્મ દિવસ ની ઉજવણી આ રીતે રક્તદાન કરી-કરાવી ને કરવું તેમજ પર્યાવરણની જાળવણી માટે રક્તદાતાઓ ને ફૂલ છોડ નું વિતરણ કરવું ખરેખર જન્મ દિવસ ઉજવવા ની આ પદ્ધતિ આવનારી પેઢી માટે પ્રેરણા રૂપ છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Birthday Celebration, Blood donation, Panchmahal, ગોધરા, પંચમહાલ

    આગામી સમાચાર