Home /News /madhya-gujarat /પંચમહાલ : હાથમાં ખુલ્લી તલવાર લઈને યુવકે આતંક મચાવ્યો, ઘટનાનો Live Video થયો વાયરલ

પંચમહાલ : હાથમાં ખુલ્લી તલવાર લઈને યુવકે આતંક મચાવ્યો, ઘટનાનો Live Video થયો વાયરલ

આ વીડિયો પંચમહાલના વેજલપુરનો હોવાનું સામે આવ્યું હતું.

નશામાં છાકટા બનીને ફરતા યુવાનનો વીડિયો વાયરલ થતા પોલીસે કરી કાર્યવાહી

રાજેશ જોશી, પંચમહાલ : પંચમહાલ (Panchmahal) જિલ્લામાં એક વીડિયો (Video)એ સોશિયલ મીડિયામાં (Social Media) ઘૂમ મચાવી છે. અહીંયા એક યુવકે હાથમાં ખુલ્લી તલવાર (Sword) લઈને નીકળી પડ્યો હતો અને જાહેર માર્ગ પર ગાળાગાળી કરતો નજરે પડ્યો હતો. યુવકના આ 'આતંક'નો વીડિયો વાયરલ
(Viral Video) થયા બાદ જ પોલીસે કાર્યવાહી કરી હતી. જોકે, ઘટનામાં યુવકને અટકાયત કરવામાં આવી હોવાથી બાદમાં તેનો છુટકારો પણ થઈ ગયો છે પરંતુ સમગ્ર જિલ્લામાં આ ઘટનાએ ચકચાર મચાવી છે.

બનાવની વિગત એવી છે કે પંચમહાલ જિલ્લાના વેજલપુરમાં એક યુવક અચાનક ખુલ્લી તલવાર સાથે જાહેર માર્ગ પર બજારમાં ધસી આવ્યો હતો. લોકો કઈ સમજે તે પહેલાં આ યુવકે ગાળા ગાળી શરૂ કરી દીધી હતી. હાજર લોકો ડરી ગયા હતા કારણ કે કોઈને ઘટનાની પૂર્વભૂમિકા સમજાઈ રહી નહોતી. દરમિયાનમાં એક યુવકે સમગ્ર ઘટનાનો લાઇવ વીડિયો પોતાના મોબાઇલમાં કંડારી લીધો હતો.



આ યુવક પણ પંચમહાલ જિલ્લાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. યુવકે વેજલપુરના એસબીઆઈ સર્કલ પાસે બજાર માથે લેતા એક સમયે સ્થાનિકો ડરી ગયા હતા. યુવકે આ વીડિયોમાં યુવક ગાળાગાળી કરતો પણ નજરે ચઢ્યો હતો. બજારમાંથી પસાર થતી મહિલાઓ એ વખતે ક્ષોભમાં મૂકાઈ ગઈ હતી. અંતે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.

આ પણ વાંચો :   સુરત : આણંદના માથાભારે યુવકની સરથાણામાં હત્યા, CCTV Videoમાં ખૂની ખેલના દૃશ્યો કેદ

આ ઘટના બાદ યુવકની વેજલપુર પોલીસે અટકાયત કરીને બાદમાં ધરપકડ કરી હતી. જોકે, બનાવની તપાસ કરતા યુવક નશામાં છાકટો થઈને ખેલ ખપાટા કરતો હોવાનું સામે આવ્યું હતું અને તેણે કોઈના પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી નહોતી. પોલીસે યુવકને મુક્ત કરી દીધો હતો પરંતુ લાઇવ વીડિયો સમગ્ર પંથકના વોટ્સએપ ગ્રુપમાં યકચાર મચાવી દીધી હતી.
First published:

Tags: Live video, Panchmahal, Social media, વાયરલ વીડિયો

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો