Home /News /madhya-gujarat /Godhra Kand: 27 ફેબ્રુઆરી 2022 ગોધરાના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાયો, દ્રશ્યો યાદ આવતા હજી પણ કંપારી છુટી જાય છે

Godhra Kand: 27 ફેબ્રુઆરી 2022 ગોધરાના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાયો, દ્રશ્યો યાદ આવતા હજી પણ કંપારી છુટી જાય છે

ટ્રેન

ટ્રેન હત્યાકાંડ, ગોધરા

આ દિવસે ગોધરાની છબી વિશ્વ પટલ ઉપર છવાઈ ગઈ હતી. ત્યારે આવતીકાલે 27 ફેબ્રુઆરી ગોધરા ટ્રેન હત્યાકાંડના દિવસ આવી રહ્યો છે ત્યારે ગોધરાના લોકોની આંખ સમક્ષએ ચિત્રો ખડા થાય છે અને ટ્રેનની એ બોગી પાસે જઈ જે રામ ભક્તોએ પોતાનું જીવન હોમી દીધું હતું તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે.

વધુ જુઓ ...
  Shivam Purohit, Panchmahal: ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ તારીખ આવતા નજર સમક્ષ ગોધરા ટ્રેન હત્યાકાંડનો ચિત્ર ઊભું થાય. ગોધરાના ઇતિહાસમાં આ દિવસ કાળા અક્ષરોએ લખાયો હતો. આ દિવસે ગોધરાની છબી વિશ્વ પટલ ઉપર છવાઈ ગઈ હતી. ત્યારે આવતીકાલે 27 ફેબ્રુઆરી ગોધરા ટ્રેન હત્યાકાંડના દિવસ આવી રહ્યો છે ત્યારે ગોધરાના લોકોની આંખ સમક્ષએ ચિત્રો ખડા થાય છે અને ટ્રેનની એ બોગી પાસે જઈ જે રામ ભક્તોએ પોતાનું જીવન હોમી દીધું હતું તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે. તે દિવસે ખરેખર શું બન્યું હતું એ વિશે ગોધરા ના રહેવાસી અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન શંભુપ્રસાદ શુક્લ દ્વારા જણાવવામાં આવ્યું.

  શંભુપ્રસાદ શુક્લાએ જણાવ્યું કે વિશ્વ હિન્દુ પરિષદ ૧૯૮૪થી રામ મંદિર આંદોલનમાં સક્રિય બન્યું અને આખા દેશના સંતો, મહંતો, ધર્માચાર્યો સાથે ધર્મ સભા કરીને રામ જન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિ દ્વારા જેમાં પરમ પૂજ્ય રામચંદ્ર દાસ પરમ સ્વામીજી હતા તેમજ દેશના મોટા મોટા સંતો મહંતો તેમજ શંકરાચાર્ય સાથે દેશમાં આ આંદોલનની શરૂઆત થઈ હતી.

  ત્યારબાદ તેમણે ઉમેર્યું કે ત્યાંના તાળા ખુલ્યા, રામ શીલા પૂજાના કાર્યક્રમો થયા, અને રામ શીલા પૂજન ને લઈને દેશના અનેક ભાગોમાં હુલ્લડો થયા અને અંતે એક સવાલ એવો આવ્યો કે રામ જન્મભૂમિ પર રામ નું મંદિર બનશે કે કેમ એવા સવાલો પ્રજાને થવા માંડ્યા હતા.

  સમગ્ર વિશ્વ અને ભારતભરમાં હિન્દુ સમાજના લોકોને એવો ભ્રમ થતા વિશ્વભરમાં તમામ હિન્દુ અને રામનામનો જપ કરવા માટે નક્કી કરવામાં આવ્યું અને કરોડો હિન્દુઓ સવારથી સાંજ સુધી રામનામનો જપ કરે અને એ જપની પૂર્ણાહુતિ કરી અને આહુતિ આપવા માટે અયોધ્યા અલગ-અલગ પ્રાંતના લોકો ને બોલાવવામાં આવ્યા હતા. અને ત્યાં યજ્ઞ કરવામાં આવ્યો હતો અને એ યજ્ઞ પૂર્ણ કરી લોકો પોતાના ઘરે પરત ફરતા હતા.

  આ પણ વાંચો: કિર્તી પટેલનો વધુ એક ડખો! ગોવાથી આવતી ફ્લાઇટમાં એરહોસ્ટેસ સાથે બબાલ કરતા વધુ એક પોલીસ કેસ

  એ જ ક્રમમાં ગુજરાતના રામ સેવકો પણ પોતાના રામ નામ જપ ની આહુતિ આપવા માટે અયોધ્યા ગયા હતા અને ત્યાં પોતાના મંત્રોની આહુતિ આપીને પોતાના ઘરે પરત ફરતા હતા ત્યારે સાબરમતી ટ્રેન જ્યારે ગોધરા રેલવે સ્ટેશન ઉપર પહોંચે છે ત્યારે આતતાઇઓ કે જેહાદીઓ જેની માનસિકતા સદિઓ થી એક જ ધર્મ દુનિયા માં ચાલે એવા પ્રકારની માનસિકતા ધરાવતા લોકોએ આ રામસેવકો જે સાબરમતી એ૬ ડબ્બા માં આવતા હતા તેમની ઉપર જ્વલંત પદાર્થ નાંખ ને જીવતાં સળગાવી દેવામાં આવ્યા હતા.

  એ જે ઘટના બની તેમાં ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ નાં દિવસે ગોધરા નાં આતતાઇઓ એ ૫૯ લોકો ની હત્યા કરી હતી. એ તમામ આતતાઇઓ ને સરકાર દ્વારા સજા કરવામાં આવી, કેટલાક ને ફાંસી ની સજા પણ કરવામાં આવી.

  આ પણ વાંચો: સુરતઃ મહિલાનું રહસ્યમય મોતઃ લગ્ન કરી સુરત આવેલી મહિલાની ઘરમાંથી મળી લાશ

  તેમજ તેમણે ઉમેર્યું કે ભગવાન શ્રી રામ ની ક્રૃપાથી ભારતીય જનતા પાર્ટીના દેશભક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્ર માં બેઠા અને આખરે સુપ્રીમ કોર્ટ નાં જજમેન્ટ થી રામમંદિર નો શિલાન્યાસ થયો જેને લઇને આખા ભારતમાં પ્રજા માં ખુશહાલી જોવા મળી તેમજ ધર્મ ધુરંધરો, સંતો, મહંતો માં આનંદ વ્યાપ્યો તેમજ આ મંદિરના ૨૦૨૩ માં દર્શન કરવા માટે પણ જઈ શકાશે તેની આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી.
  " isDesktop="true" id="1183619" >

  તેમજ તેમણે જણાવ્યું કે ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ થી આજદિન સુધી એ ટ્રેન નો કોચ જોઇને તેમનું હૃદય કંપી ઊઠે છે. તેથી પ્રતીવર્ષ દર ૨૭ ફેબ્રુઆરી એ ગોધરા ચાંચર ચોક થી ટ્રેન નાં કોચ પાસે જઈ ને જે ૫૯ લોકો હુતાત્મા થયા હતા તેમને પ્રતિકાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે કારણકે" ना भुलेंगे ना माफ करेंगे, सदियों तक याद रखेंगे" તેમજ રાત્રે એ જ ક્રમમાં પ.પુ. અશ્વિન પાઠકની નાં સુમધુર કંઠે સુંદરકાંડ નો પાઠ કરીને એ ૫૯ રામભક્તો ને શ્રદ્ધાંજલી અર્પણ કરીએ છીએ તેમજ એ જ પ્રકારે આવતી કાલે પણ કરવાના છીએ તેવું વિશ્વ હિન્દુ પરિષદ નાં આગેવાન શંભુપ્રસાદ શુક્લ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Panchmahal, ગોધરા, ગોધરાકાંડ, પંચમહાલ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन