ગોધરા: ગર્ભ પરીક્ષણનું ઝડપાયું મોટું કૌભાંડ, આવ હતી તેમની મોડસ ઓપરેન્ડી

News18 Gujarati
Updated: December 4, 2018, 10:04 AM IST
ગોધરા: ગર્ભ પરીક્ષણનું ઝડપાયું મોટું કૌભાંડ, આવ હતી તેમની મોડસ ઓપરેન્ડી
ડોકટરને ત્યાં રેડ કરી ગર્ભ પરીક્ષણ કરતા ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવેલ છે.

પંચમહાલનાં ગોધરામાં મન્હા મેટરનિટી હોમ ચલાવતા ગાયનેક ડોક્ટર વસીમ મન્સૂરી છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતો હતો.

  • Share this:
હર્ષદ મહેરા, પંચમહાલ

આપણે આમ તો બેટી બચાવો અને બેટી પઢાવોના નારા જોરશોરથી ગાતા હોઇએ છીએ પરંતુ થોડા થોડા સમયે ગર્ભ પરીક્ષણના મસમોટા કૌભાંડો સામે આવે છે. ત્યારે ગોધરામાં પણ ગર્ભ પરીક્ષણનું કૌભાંડ સામે આવ્યું છે. રાજસ્થાન પીસીપીએનડીટી ટીમ સૌથી સક્રિય રીતે કામ કરી રહી છે અને આ ટિમ દ્વારા ગુજરાત માં પણ કેટલાક ડોકટરને ત્યાં રેડ કરી ગર્ભ પરીક્ષણ કરતા ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવેલ છે. ત્યારે વધુ એક વાર પંચમહાલનાં ગોધરામાં મન્હા મેટરનિટી હોમ ચલાવતા ગાયનેક ડોક્ટર વસીમ મન્સૂરી છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતો ઝડપી પાડવામાં આવ્યો છે. તેના આ કામમાં કેટલાક ગ્રામ્ય વિસ્તારના પ્રેક્ટિસ કરતા ડોકટરો કમિશનની આશા એ મદદ કરતા હતા

સમગ્ર કિસ્સામાં રાજસ્થાનની ટીમને માહિતી મળતા તેમની ટીમ દ્વારા સૌ પ્રથમ તો મધ્ય પ્રદેશના કોઈ ડોક્ટર આ કામ કરી રહ્યા હોવાની બાતમીના આધારે તપાસ કરતા મધ્ય પ્રદેશના ડોક્ટર દ્વારા સંતરોડ ગામ જે મોરવા હડફ તાલુકામાં આવેલ છે. જ્યાંની એક નર્સ દ્વારા ગર્ભ પરીક્ષણની ગોઠવણ કરી અપાતી હોવાની વિગતો મળેલ જે અનુસાર ટીમ દ્વારા સંતરોડ ખાતે ડમી સગર્ભા સ્ત્રીની વ્યવસ્થા કરી નર્સ કરવામાં આવ્યો.

ડો. વસીમ મન્સૂરી


નર્સ દ્વારા સગર્ભા મહિલાને લઇ ગોધરા સ્થિત મન્હા મેટરનિટી હોમ ખાતે ડો.વસીમ મન્સૂરી પાસે લઇ જઈ ગર્ભ પરીક્ષણ કરાવાયું ત્યારબાદ અન્ય એક મહિલા અને પીએનડીટી ટીમ ડો.વસીમ મન્સૂર ને ત્યાં સંતરોડના નર્સ ને કારમાં બેસાડી લઇ જવાની કોશિશ કરતા નર્સના સાગરીતો દ્વારા સંતરોડ ખાતે જ કારને ઘેરીને કારમાં સવાર ટીમ જોડે મારામારી કરવામાં આવી જેમાં એક કોન્સ્ટેબલ ને ઈજાઓ પહોંચી અને આ મામલે મોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી.

નર્સની ફાઇલ તસવીર
જોકે આ હુમલા બાદ રાજસ્થાનની ટીમ દ્વારા નર્સ સામે અને ડો.વસીમ મન્સૂરી સામે પીસીપીએનડીટી એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરવા માં આવી છે અને એના ભાગ રૂપે આજે જિલ્લા આરોગ્ય અધિકારી સહિતની ટિમ દ્વારા મેટરનિટી હોમ જઈ સોનોગ્રાફી મશીન સીલ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ડો. વસીમ મન્સૂરી હોસ્પિટલ ને તાળા મારી ને ભૂગર્ભમાં ઉતરી ગયેલ હોવાથી તેઓના સોનોગ્રાફી રૂમ ને તાળું મારી દેવામાં આવ્યું છે. હાલ તો નર્સની ધરપકડ કરી લેવાઈ છે અને ગાયનેક ડોક્ટર વસીમ મન્સૂરી ભૂગર્ભમાં છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે આવા હત્યારા ડોકટરોને કડકમાં કડક સજા થાય.

પંચમહાલ, જિલ્લા આરોગ્ય અધિકારી, એસ.જી . જૈને આ અંગે જણાવતા કહ્યું કે, 'રાજસ્થાન પીસીપીએનડીટી ટીમ દ્વારા મન્હા મેટરનિટી હોમ માં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાની વાત બાબતે ફરિયાદ કરવામાં આવતા અમે અહીં હોસ્પિટલ પર આવ્યા હતા. હાલ ડોક્ટર હાજર મળેલ નથી અને એમના સોનાગ્રાફી રૂમને તાળું મારેલ છે જેના ઉપર અમે તાળું મારેલ છે.
First published: December 4, 2018, 9:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading