Home /News /madhya-gujarat /

પંચમહાલઃ આડાસંબંધમાં અંધ પત્નીએ પતિની હત્યા કરી કૂવામાં નાખ્યો મૃતદેહ

પંચમહાલઃ આડાસંબંધમાં અંધ પત્નીએ પતિની હત્યા કરી કૂવામાં નાખ્યો મૃતદેહ

    ઘોઘંબાના મોલ ગામે પત્નીએ જ પતિની હત્યા કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આરોપી પત્નીએ પતિને પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાને અંજામ આપી આરોપી પત્ની ફરાર થઇ ગઇ હતી. પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

    પ્રાથમિક વિગત પ્રમામે પંચમહાલના ઘોઘંબા ગામે પત્નીએ જ પતિની હત્યા કરતાં સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પત્ની અન્ય યુવક સાથે પ્રેમસંબંધમાં અંધ હતી. જો કે આડાસંબંધમાં તેનો પતિ આડખીલી સમાન હતો, આથી મહિલાએ રસ્તા વચ્ચેથી કાંટો દૂર કરવા પતિને નિર્દયતાથી પતાવી દીધો. પ્રેમસંબંધમાં અંધ પત્નીએ પથ્થરથી પતિનું કાસળ કાઢી નાખ્યું. ત્યારબાદ આરોપી મહિલાએ પતિના મૃતદેહને નજીકમાં આવેલા કુવામાં નાખી દીધો હતો.

    સમગ્ર ઘટના બાદ આસપાસ રહેતા લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પ્રાથમિક વિગતો મેળવવાનું શરૂ કર્યું હતું. જો કે ઘટનાને અંજામ આપ્યા બાદ પત્ની હાલ ફરાર છે, પોલીસ હાલ મહિલા તથા તેની પ્રેમીને પણ શોધી રહી છે.
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन