ગોધરા, પંચમહાલ: ગોધરા તાલુકાની ટોક ઓફ ધ ટાઉન ગ્રામ પંચાયત એટલે વાવડી બુઝર્ગ ગ્રામ પંચાયત . ગ્રામ પંચાયત ની ચુંટણી નાં પડઘમ વાગી રહ્યા છે ત્યારે ૧૯ ડિસેમ્બર નાં રોજ મતદાન કરવામાં આવશે જેને લઇને પંચમહાલ જિલ્લામાં ૨૧ ગ્રામ પંચાયતો સમરસ થઇ જતાં ૩૫૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી થવા જઈ રહી છે. જેને પગલે તમામ ગ્રામ પંચાયતોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ગોધરા તાલુકા ની બહુચર્ચિત ગ્રામ પંચાયત એટલે વાવડી બુઝર્ગ ગ્રામ પંચાયત જેની મુલાકાત આજે લીધી.
ગ્રામ પંચાયત સ્તરે શહેર જેવો વિકાસ જોવાય તેવી ગ્રામ પંચાયતોમાં ગોધરા તાલુકાની વાવડી બુઝર્ગ ગ્રામ પંચાયત નો સમાવેશ કરી શકાય. ગોધરા નાં ધારાસભ્ય નું રહેઠાણ ગણાતા આ ગામમાં અનેક પ્રજાલક્ષી કામો થયા છે તેમજ અનેક નહીં પણ થયા હોય ત્યારે પ્રજા ને ઉભા રહેલા ઉમેદવારો થી શું અપેક્ષા છે અને ઉમેદવારો ની શું રણનીતિ છે તેમની સાથે વાતચીત કરતા વાવડી બુઝર્ગ નાં રહેવાસી ઓ દ્વારા પીવાના મીઠા પાણી નો પ્રશ્ન વ્યક્ત કરવામાં આવ્યો તેની સામે ઉમેદવારો દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત નર્મદા નાં નીર ની યોજના પાસ થઈ ચૂકી છે તેમ કહી આવનારા સમયમાં કરવાનાં કામો વિશે આશ્વાસન આપી મતદાતા નું દિલ જીતવા નો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે સાંપ્રત સમયમાં ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં ઉમેદવારો વચ્ચે ના આ મત નિર્ભર યુદ્ધ માં પ્રજા કોણે જિતાડશે એ જોવાનું રહ્યું.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર