Home /News /madhya-gujarat /

સત્તાધીશોના પેટનું પાણી ક્યાંથી હલે પાણી તો ખાડાઓમાં ભરાયેલું છે

સત્તાધીશોના પેટનું પાણી ક્યાંથી હલે પાણી તો ખાડાઓમાં ભરાયેલું છે

પરિસર, ગોધરા, પંચમહાલ

સ્વચ્છ ગામ,નિર્મળ ગામ"ના આ સુંદર સંદેશ આપતા બેનરની બરોબર સામે જ નદીસર ગામના જાહેર માર્ગની દેખાતી દુર્દશાઓમાં મસમોટા ગાબડાઓમાં ભરાઈ ?

    પંચમહાલ:  સત્તાધીશોના પેટનું પાણી ક્યાંથી હલે પાણી તો ખાડાઓમાં ભરાયેલું છે.નદીસર સ્વચ્છ ગામ,નિર્મળ ગામનો સંદેશ આપતી આ તસ્વીર તંત્ર અને પ્રજાજનોને સત્ય સમજવા માટે અપર્ણ..!! ગોધરા તાલુકામાં વ્યાપારી મથક ગણાતા નદીસર ગ્રામ પંચાયતની આગામી ચૂંટણી "ભ્રષ્ટાચાર ના વિકાસ"ના મુદ્દા સાથે તો લડાશે, પરંતુ નદીસર ગ્રામ પંચાયત કચેરી બહાર "સ્વચ્છ ગામ નિર્મળ ગામ" ના સંદેશ આપતા બેનરની સામે જ જાહેર માર્ગ પાણી ભરેલા ખાબોચિયાઓ અને ખાડાઓમાં ફેરવાઈ ગયો હોવાની દુર્દશાઓ પ્રજાજનો દરરોજ જોઈને ભારે દુઃખી થતા હશે.

    નદીસર ગ્રામ પંચાયતના સત્તાધીશોના "પેટનું પાણી એટલે હાલતું નથી કે પાણી તો જાહેર માર્ગના ખાડાઓમાં ભરાયેલું છે"!! ગોધરા તાલુકામાં વ્યાપારી મથક કહેવાતા નદીસર ગ્રામ પંચાયતના વિકાસ કાર્યો અને મુખ્યત્વે ગરીબો માટેની મનરેગા યોજનાના વિકાસના કામોમાં ભારે ગોબાચારીઓ હોવાના ભૂતકાળમાં સ્થાનિક અગ્રણી યુવાનોએ આક્ષેપો પણ કર્યા હતા.

    આ પણ વાંચો: અમદાવાદ રેલવે મંડળનો મહત્વનો નિર્ણય, હવે આટલા રૂપિયામાં મળશે પ્લેટફોર્મ ટિકિટ

    આ નદીસર ગ્રામ પંચાયત કચેરી ખાતે આઝાદીના 75 વર્ષ નિમિત્તે અમૃત મહોત્સવ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ કાર્યક્રમના "સ્વચ્છ ગામ,નિર્મળ ગામ"ના આ સુંદર સંદેશ આપતા બેનરની બરોબર સામે જ નદીસર ગામના જાહેર માર્ગની દેખાતી દુર્દશાઓમાં મસમોટા ગાબડાઓમાં ભરાઈ રહેલા ગંદા પાણીના આ ખાબોચિયાઓ અનેક બીમારીઓને આમંત્રણ તો આપતા જ હશે પરંતુ રાહદારીઓ અને વાહન ચાલકો એટલા બધા પરેશાન છે કે આ જાહેર માર્ગને પસાર કેવી રીતે કરવો?

    આ પણ વાંચો: કર્ણાટકઃ PWD એન્જિનિયરના ઘરે દરોડો, પાણીની પાઇપમાંથી 10 લાખ રૂપિયા નીકળ્યા

    જો કે નદીસર ગ્રામ પંચાયતની આગામી ચૂંટણી "ભ્રષ્ટાચાર ના વિકાસ"ના મુદ્દે જરૂરથી લડાશે આ રાજકીય માહૌલ હવે ગરમ થઈ રહયો છે ખરો.!! પણ સવાલો એ પણ ઉભા થયા છે કે દર વખતની જેમ આ વખતે પણ સત્તાધીશો પોતાની સત્તા અને પાવર ના જોરે કામો કરવાની લાલચ આપી ને લોકોને છેતરી જશે કે પછી આ વખતે પ્રજા ભ્રષ્ટાચારી નેતાઓ ને વળતા પાણી કરાવશે એ જોવાનું રહ્યું...
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Godhra news, Gram Panchayat Election, ગોધરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन