Home /News /madhya-gujarat /

સ્વાદિષ્ટ અને ગુણોથી ભરપૂર શિયાળામાં ખાવા માટે ઉત્તમ ગણાતો આ લાડુ કેવી રીતે બનાવાય છે આવો જોઈએ

સ્વાદિષ્ટ અને ગુણોથી ભરપૂર શિયાળામાં ખાવા માટે ઉત્તમ ગણાતો આ લાડુ કેવી રીતે બનાવાય છે આવો જોઈએ

વસાણું,

વસાણું, આયુર્વેદિક તત્વોથી ભરપૂર લાડુ બનાવવાની રીત

પંચમહાલ જિલ્લાના (panchmahal news) ગોધરા શહેરમાં એક ગૃહિણી દ્વારા અનેક ગુણકારક વસ્તુઓ ઉમેરીને વસાણા નો લાડુ તૈયાર કરવામાં આવ્યો. આ લાડુ એવો છે કે જે રોજ સવારે એક ખાઈ લેતા સંપૂર્ણ દિવસ દરમિયાન શરીરમાં ગરમાવો તેમજ શક્તિ બની રહે છે.

વધુ જુઓ ...
    પંચમહાલઃ શિયાળાના (winter) સમયમાં સૌ કોઈ અલગ-અલગ પ્રકારના વસાણા (vasana) જેવાકે મેથીપાક અડદીયુ ખાતા હોય છે. શરીરને ઠંડીના સમયમાં પૂરતો ગરમાવો મળી રહે તેમજ સાંધા મજબૂત રહે તે માટે વસાણા ખાવામાં આવે છે. ત્યારે પંચમહાલ જિલ્લાના (panchmahal news) ગોધરા શહેરમાં એક ગૃહિણી દ્વારા અનેક ગુણકારક વસ્તુઓ ઉમેરીને વસાણા નો લાડુ તૈયાર કરવામાં આવ્યો. આ લાડુ એવો છે કે જે રોજ સવારે એક ખાઈ લેતા સંપૂર્ણ દિવસ દરમિયાન શરીરમાં ગરમાવો તેમજ શક્તિ બની રહે છે. એવું તો શું આ લાડુ માં ઉમેરવામાં આવ્યું અને પોતાની ઘરે કેવી રીતના બનાવી શકાય તેની રીત જોઈએ.

    ગોધરાની ભુરાવાવ વિસ્તારની વૈભવ સોસાયટીમાં રહેતા તૃપ્તિ બેન તેમજ પાડોશી શર્મિષ્ઠાબેન દ્વારા સાથે મળીને 121 લાડુ બનાવવામાં આવ્યા. જેમાં અલગ અલગ વસ્તુઓ થઈ કુલ આઠ કિલો વજન નો સામાન ઉપયોગમાં લેવાયો. જેમાં અઢીસો ગ્રામ મેથીનો લોટ, અઢીસો ગ્રામ ચણાનો લોટ, અઢીસો ગ્રામ ઘઉંનો લોટ તથા અઢીસો ગ્રામ અડદનો લોટ તેમાં દોઢ કિલો ઘી, ૨ કિલો ગોળ અને 1 કિલો સાકર ઉમેરવામાં આવી. ત્યારબાદ અઢીસો ગ્રામ કાજુ તથા અઢીસો ગ્રામ બદામ તેની પૌષ્ટિકતા વધારી દેનારું છે. ત્યારબાદ તેમાં બત્રીસ્યુ તથા આહેણ તેમજ સફેદ મૂસળી તથા અશ્વગંધા પણ ઉમેરવામાં આવી. તથા સ્વાદ અને સ્નિગ્ધતા માટે કોપરાનું છીણ, ખારેક ને મિક્સરમાં ક્રશ કરીને નાખ્યું તેમજ ગુંદર પણ ઉમેરવામાં આવ્યું.

    પરંતુ ગુંદર તેમાં કાચો નથી નાખવાનો હોતો. ગુંદરને છુટો કરી તેને શેકીને તદુપરાંત જ્યારે ઘી મૂકીને અડદ કાતો ઘઉંના લોટને શેકવામાં આવે અને તેમાંથી સુગંધ પ્રસરે ત્યારે તેમાં ગુંદર ઉમેરવામાં આવે છે. તેનાથી મેથીપાક કે અડદ પાક ખાતા સમયે જે ચોટવા નો પ્રશ્ન થાય છે તે પ્રશ્ન હલ થઈ જાય છે. અને ત્યારબાદ આ તમામ વસ્તુઓ તૈયાર થઈ ગયા પછી તેને નાની ગોટી કાતો લાડુ બનાવી આ રેસિપી પૂરી થાય છે.

    શિયાળાના સમયમાં આ બહુ તાત્વિક લાડુ ખાવાથી શરીરમાં હાડકા તેમજ સાંધા દુખવા નો પ્રશ્ન હલ થતો હોય છે સાથે સાથે હાડકા મજબૂત પણ બને છે. તેમજ દરરોજ સવારે આ એક લાડુ ખાવાથી શરીરમાં ગરમાવો તો રહે જ છે પણ આખો દિવસ સ્ફૂર્તી અને એનર્જી થી ભરપુર રહેવાય છે...
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati News News, Panchmahal News, Winter

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन