હવામાન, પંચમહાલ: પંચમહાલ જિલ્લામાં ગત અઠવાડિયે ઠંડી એ જોર પકડયું હતું. જેમાં પારો ૬° સુધી પહોંચ્યો હતો. જ્યારે ગઈ કાલથી ઠંડી માં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ દિવસ ના સમયે તડકો રહેતા વાતાવરણ હૂંફાળું અનુભવાય રહ્યું છે. આજરોજ હવામાન વિભાગ અનુસાર પંચમહાલ જિલ્લામાં તડકા વાળું તાપમાન રહેશે તેમજ વાતાવરણમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન ગત અઠવાડિયાની સરખામણીમાં ફરક રહેશે. આજરોજ વાતાવરણમાં મહત્તમ તાપમાન ૨૭ ° સેલ્સિયસ રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન ૧૩ ° સેલ્સિયસ સુધી જવાની સંભાવના જોવાઇ રહી છે.
ત્યારે તડકાની સાથે સાથે વાતાવરણમાં પલટો આવ્યો છે તેમજ પવનનું જોર આંશિક વધતા આજે પવનની ગતી ENE ૮ કિલોમીટર પ્રતિ કલાક રહેતા વાયરાનો અહેસાસ કરાવે તેવું વાતાવરણ રહેશે. વરસાદની શક્યતા જોવાઇ રહી નથી તેની સામે વાતાવરણમાં ભેજ નું પ્રમાણ ૫૩ % રહેશે. તેમજ આજે રોજ ગત અઠવાડિયાની સરખામણીમાં દિવસ લંબાતા સૂર્યોદય સવારે ૬:૧૧ વાગ્યે થયો જ્યારે સૂર્યાસ્ત સાંજે ૭:૧૭ વાગ્યે અનુમાન કરવા માં આવ્યો છે. વાતાવરણમાં દિવસ દરમિયાન તાપમાન ૨૪ °- ૨૬ ° ની આસપાસ અનુભવાશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું.
હવામાન દબાણ ૧૦૧૮ h Pa જણાય તેમજ પારદર્શકતા ૧૪.૫ કિલોમીટર જેટલું જળવાયેલું રહેશે. તેમજ UV Index ની માત્રા ૬ જણાવવા માં આવ્યું છે. આ સાથે આજ રોજ શિત ઉષ્ણ મિશ્રણ તાપમાન પંચમહાલ જિલ્લા માં જોવા મળશે. તેમજ આવા વાતાવરણમાં આયુર્વેદિક ડોક્ટરની સલાહ મુજબ ગળું પકડાઈ જાય, શરદિ- ઉધરસ થવા તેમજ હળવો તાવ આવવો જેવી બીમારીઓ થવાની સંભાવના છે તેથી ઘરગથ્થુ ઉપચાર જેવા કે ગોળ, લવિંગ કે તજ, તુલસી નાં ઉકાળા નું સેવન રાહત આપી શકે છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર