Home /News /madhya-gujarat /

RTI શું છે અને તેને કેવી રીતે લખવું, કેવી રીતે માહિતી માંગવી, નિયત સમયમાં જવાબ ન મળે તો શું કરવું?

RTI શું છે અને તેને કેવી રીતે લખવું, કેવી રીતે માહિતી માંગવી, નિયત સમયમાં જવાબ ન મળે તો શું કરવું?

RTI,

RTI, ભાગ ૨

આરટીઆઇ (RTI) શું છે, તેને કેવી રીતે લખવું, કેવીરીતે માહિતી માંગવી અને કેટલા દિવસ માં માહિતી મળી રહે ૩૦ દિવસમાં માંગેલ માહિતીના મળે તો શું કરવું એ બાબતે આપણે ભાગ-૨ માં ચર્ચા કરીશું.

    પંચમહાલ: RTI અધિનીયમ ની આપણે ભાગ એક માં ચર્ચા કરી કે આરટીઆઇ (RTI) શું છે, તેને કેવી રીતે લખવું, કેવીરીતે માહિતી માંગવી અને કેટલા દિવસ માં માહિતી મળી રહે ૩૦ દિવસમાં માંગેલ માહિતીના મળે તો શું કરવું એ બાબતે આપણે ભાગ-૨ માં ચર્ચા કરીશું. તેમજ બીજી અનેક મહત્વની બાબતો જે આર ટી આઈ એક્ટ હેઠળ આવે છે તેની પણ ચર્ચા કરીશું.

    અરજદાર દ્વારા કરવામાં આવેલી આર.ટી.આઈ નો જવાબ ૩૦ દિવસમાં આપવા માટે જે તે અધિકારી બંધાયેલો હોય છે પરંતુ જો ૩૦ દિવસમાં માહિતી ન આપે તો એડવોકેટ પ્રશાંત સામતાણી દ્વારા ઉદાહરણ સાથે જણાવવામાં આવ્યું કે ધારો કે તમે કોઈ ગ્રામ પંચાયત ને લગતી માહિતી માંગવા માટે જે ગ્રામ પંચાયતના તલાટી ને આરટીઆઈ મારફતે માહિતી માંગી રહ્યા છો અને તે માહિતી નિયત સમયગાળામાં એટલે કે ૩૦ દિવસમાં તલાટી ન આપે તો તેની વડી કચેરીએ ઍટલે કે તાલુકા વિકાસ અધિકારી ને તમે આરટીઆઇ કરી શકો છો. ત્યારબાદ આપના દ્વારા માંગવામાં આવેલી માહિતી ૬૦ દિવસની સમયમર્યાદા માં આપને મળવા પાત્ર રહેશે. પરંતુ જો કોઈ અધિકારી જાણી જોઇને આપને આરટીઆઈનો જવાબ નથી આપતો તો ગુજરાત માહિતી આયોગમાં તમે તેની અરજી કરી શકો છો અને તેમાં તે બાબતનો ઉલ્લેખ પણ કરી શકો છો. જેની સુનાવણી સામાન્ય કિસ્સાઓમાં ઓનલાઇન થતી હોય છે જે જે-તે જિલ્લામાં કલેકટર કચેરીમાં તેની સુવિધા ઉપલબ્ધ હોય છે.

    આપના દ્વારા કરવામાં આવેલી પ્રથમ અપીલ માં જો જે તે અધિકારી માહિતી આપવાનું ચૂકી જાય છે તો ત્યાર બાદ આપવામાં આવતી માહિતી સદંતર નિશુલ્ક થઈ જતી હોય છે. પ્રથમ 30 દિવસની માહિતી ન મળવાથી જ્યારે અરજદાર આયોગમાં જાય ત્યારે તે રજૂઆત પણ કરી શકે છે કે જે તે અધિકારી દ્વારા તેમને જાણીજોઈને માહિતી આપવામાં નથી આવી તો આયોગ દ્વારા અધિકૃત કમિશનર દ્વારા તપાસ બાદ કમિશનરને યોગ્ય લાગે તો માહિતી ન આપનારા અધિકારી ઉપર યોગ્ય પગલાં લઈ શકે છે અથવા તો તેને દંડ પણ ફટકારી શકે છે. તેમજ બીજી ઘણી મહત્વપૂર્ણ જાણકારી આ વીડિયોમાં આપણને જાણવા મળશે જેથી વિડીયો અંત સુધી દેખીયે.
    First published:

    Tags: Panchmahal News, આરટીઆઇ

    આગામી સમાચાર