Home /News /madhya-gujarat /

Panchmahal: ગોધરામાં રાત્રી કર્ફ્યુના અમલને લઈ વેપારી વર્ગ અને સામાન્ય નાગરિકોનો શું છે પ્રતિક્રિયા, જુઓ Video

Panchmahal: ગોધરામાં રાત્રી કર્ફ્યુના અમલને લઈ વેપારી વર્ગ અને સામાન્ય નાગરિકોનો શું છે પ્રતિક્રિયા, જુઓ Video

રાત્રી

રાત્રી કર્ફ્યુ, ગોધરા, પંચમહાલ

ગોધરા (Godhra) શહેરમાં રાત્રીના 10 થી સવારના છ વાગ્યા સુધી રાત્રી કર્યું (night curfew) અમલમાં મૂકવામાં આવ્યો છે. જેને પગલે રાત્રિના સમયે લારી ગલ્લા તેમજ કેટલાક દુકાનદારો જે રાત્રે જ ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય તેવા વ્યાપારીઓને માઠી અસર થવા પામી છે.

વધુ જુઓ ...
    ગોધરા, પંચમહાલ: ગોધરા (Godhra) શહેરમાં રાત્રીના 10 થી સવારના છ વાગ્યા સુધી રાત્રી કર્યું (night curfew) અમલમાં મૂકવામાં આવ્યો છે. જેને પગલે રાત્રિના સમયે લારી ગલ્લા તેમજ કેટલાક દુકાનદારો જે રાત્રે જ ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય તેવા વ્યાપારીઓને માઠી અસર થવા પામી છે. તેમજ રાત્રી કર્ફ્યુ ને લઈને સામાન્ય વ્યાપારી (business men) તેમજ ગોધરાના આમ નાગરિક નો શું પ્રતિભાવ છે તે આજે અમે તેમને મળ્યા ત્યારે જાણવા મળ્યું હતું. ગોધરાના જાહેરમાર્ગો રાત્રીના દસ વાગ્યા પછી સુમસામ જોવા મળી રહ્યા છે જેમાં કોરોના સામે રક્ષણ હેતુ સરકાર દ્વારા આ નિયમો બનાવવામાં આવ્યા છે પરંતુ તેને લઈને વ્યાપારી વર્ગ આ નિર્ણય ને ગેરવાજબી ગણાવી રહ્યા છે.

    ત્યારે આજરોજ ગોધરા ના પીમ્પુટકર ચોક વિસ્તારમાં એક દુકાનદાર રાજુભાઈ પટેલ સાથે વાતચીત કરતા તમને જણાવ્યું કે રાત્રિ કરફ્યુ નો આ નિર્ણય બિલકુલ ગેરવ્યાજબી છે કારણકે એવું તો છે નહીં કે કોરોના રાત્રિના સમયે જ થાય છે. તેમજ રાત્રિના સમયે લારી તેમજ ગલ્લા તથા ઘણા દુકાનદારો જેવા કે સોડા શોપ, ફાસ્ટફૂડની લારી ચલાવનારા જેવા ફક્ત રાત્રે જ ધંધો કરીને ગુજરાન ચલાવતા વ્યાપારીઓની કમર ભાંગી ગઇ છે. તેમજ હાલના સમયે ઘણા નોકરિયાત તેમાંથી ધંધાદારી વર્ગના લોકો રાત્રે સમય મળવાના કારણે ઘણી ખરીદી રાત્રિના સમયે કરતા હોય છે ત્યારે મંદિર વ્યાપાર ઓછો હતો ત્યારે રાત્રિ કરફ્યુ ના કારણે વ્યાપાર સદંતર બંધ થઈ જવા પામ્યો છે.

    તેમજ તેમણે ઉમેર્યું કે બે મહિના પહેલા કેટલાય લગ્ન પ્રસંગો ની કંકોત્રી લખાઈ ગઈ હોય સામાન્ય માણસ દ્વારા લગ્નની તમામ તૈયારીઓ થઈ ચૂકી હોય છે. પરંતુ અચાનક કોરોના ગાઈડ લાઈન માં ફેરફાર થતા તમામ મેનેજમેન્ટ ખોરવાઇ જતા સામાન્ય માણસ દ્વારા કરવામાં આવેલા ખર્ચા ઉપર પાણી ફરી વળ્યું છે.

    તેમજ તે જ વિસ્તારમાં એક રાહદારી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે રાત્રિના કર્ફ્યુ નો મતલબ શું? એમ પણ ઠંડી ના સમયે ઉંમરલાયક વ્યક્તિઓ તો ઘરની બહાર નીકળતા નથી હોતા.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, પંચમહાલ

    આગામી સમાચાર